પાક.થી પરત ફરેલ મૂક બધિકર ગીતાને તેની મૂળ માતા સાથે મિલાપ થયો

10

પાકિસ્તાનથી ૨૦૧૫માં પરત ફરેલી મૂક-બિધર ગીતાને આખરે તેની જન્મદાત્રી મળી ગઇ છે. પાકિસ્તાનમાં ગીતાને જે સંગઠને આશરો આપ્યો હતો કે એનો દાવો હતો ગીતાને મહારાષ્ટ્રમાં તેની મૂળ માતા સાથે મિલાપ કરાવી દીધો છે.

વિશ્ર્વ વિખ્યાત ઈધી વેલ્ફેર ટ્રસ્ટના પૂર્વ વડા સ્વર્ગીય અબ્દૃુલ સત્તાર ઈધિની પત્ની બિલ્કિસ ઈધીએ જણાવ્યું હતું કે ગીતા નામની ભારતીય મુક બધીર છોકરીને મહારાષ્ટ્રમાં તેમની વાસ્તવિક માતા સાથે ફરી મળાવી દીધી છે. ગીતા ભૂલથી ૨૦૦૩માં આકસ્મિક રીતે પાકિસ્તાન ગઈ હતી. બિલકિસ ઇધીએ જણાવ્યું હતું કે ગીતાનું મૂળ નામ રાધા વાઘમારે છે અને તેની મૂળ માતા મહારાષ્ટ્રના નાયગાંવમાં રહે છે.

૨૬ ઓક્ટોબર ૨૦૧૫ના તેને ભારત પાછી લાવવામાં આવી હતી. એ વખતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને કારણે આ શક્ય બન્યું હતું. સુષ્મા સ્વરાજે ગીતાના માતા-પિતાને શોધવાના બનતા પ્રયાસો કરવાની પણ ખાતરી આપી હતી. ગીતા પરત ફર્યા પછી પરિવારની શોધ કરી રહી હતી, જે હવે પૂરી થઈ છે.

પાકિસ્તાનમાં રહેવા દરમ્યાન ઈધી ફાઉન્ડેશન ગીતાની સારસંભાળ કરી રહૃાું હતું. ગીતા બિલકિસ ઇધીને કરાચીમાં એક રેલવે સ્ટેશને મળી હતી. ત્યારે તેની ઉંમર ૧૧-૧૨ વર્ષની હતી. બિલકિસે જણાવ્યું હતું કે તે તેનું નામ ફાતિમા રાખ્યું હતું, પણ જ્યારે માલૂમ પડ્યું કે હિન્દૃુ છે, ત્યારે તેણે તેનું નામ ગીતા રાખ્યું હતું.
અત્યાર સુધી અનેક દંપતીઓએ ગીતા પોતાની દીકરી હોવાનો દાવો કર્યો છે, પણ એકેય દંપતીને ગીતા ઓળખી શકી નથી કે પછી એકેય દંપતી ગીતા પોતાની દીકરી હોવાનો પુરાવો આપી શક્યા નથી.