પાકિસ્તાની પોલીસની ક્રૂરતા, કાર ન રોકવા બદલ ૨૧ વર્ષના યુવકને ૨૨ ગોળી મારી

51

પાકિસ્તાની સેના જ નહીં, ત્યાંની પોલીસ પણ તેમના લોકો પર અત્યાચારના નવા રેકોર્ડ બનાવી રહી છે. શનિવારે કાર ન રોકવા બદૃલ પોલીસે ૨૧ વર્ષના યુવક પર અંધાધૂંધ ફાયિંરગ કર્યું હતું. ત્યારબાદ હોસ્પિટલ પહોંચતા પહેલા યુવકનું મોત નીપજ્યું હતું. કહેવામાં આવી રહૃાું છે કે પોલીસે યુવક પર કુલ ૨૨ રાઉન્ડ ફાયિંરગ કર્યું હતું.

પાકિસ્તાની મીડિયા અનુસાર શનિવારે બપોરે ૨ વાગ્યે ઇસ્લામાબાદમાં આ ઘટના બની હતી. ઉસામા સત્તી કારમાં ચલાવીને જતો હતો. પોલીસના કહેવા પર કાર ન રોકતા પોલીસ જવાનોએ તેની ઉપર ઘાતક હથિયારોથી ફાયિંરગ શરૂ કરી દીધું હતું. આ દરમિયાન યુવકના શરીરમાં ૧૭ ગોળી વાગતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પીડિતના પિતાએ પોલીસના હાથે હત્યા કરાયેલા પુત્ર માટે ન્યાય માટે વડાપ્રધાન ઇમરાન ખાનને અપીલ કરી છે. આ ઘટના અંગે પીડિતના પિતાએ જણાવ્યું હતું કે પોલીસ અધિકારી (એસએસઓ) એ પોતે સ્વીકાર્યું હતું કે ઉસામા નિર્દોષ હતો. જોકે પાછળથી પોલીસે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

આ મામલે સોશિયલ મીડિયા પર પોલીસ સામે ભારે રોષ જોવા મળ્યો હતો. જેના પગલે આ મામલે ગુનામાં સંડોવાયેલા પાંચ પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે. ઇસ્લામાબાદમાં વધી રહેલા ગુનાઓ માટે લોકોએ સોશિયલ મીડિયા પર પોલીસની કથિત સંડોવણી અંગે સવાલો ઉઠાવ્યા છે.