પાકિસ્તાનની સિંધ વિધાનસભાની અંદર પ્રધાનમંત્રી ઇમરાન ખાનની તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના નેતા બાઝ્યા છે. સ્થિતિ એટલી હદ સુધી બગડી કે નેતા એકબીજાને પાડીને મારઝુડ કરવા લાગ્યા. એસેમ્બલીની અંદરના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહૃાા છે. આ ઘટના સીનેટ ચૂંટણીને લઇને બની હતી. ઉલ્લેખનીય છે કે પાર્ટીના ત્રણેય ધારાસભ્યો અસલમ આબરો, શહરયાર શાર અને કરી બખ્શ ગબોલે જાહેરાત કરી હતી કે પોતાની મરજી પ્રમાણે સીનેટ ચૂંટણીમાં વોટ આપશે.
PTIનાઉમેદવારોને વોટ ના આપવાથી નારાજ નેતાઓએ આ ત્રણેય નેતાઓને બળવાખોર ગણાવ્યા અને તેમની સાથે વિધાનસભામાં દાખલ થતા જ તેમના પર પ્રહાર કર્યો. પરસ્પર બાઝી રહેલા નેતાઓને અલગ કરાવવા PPP નેતા પણ આગળ આવ્યા અને મામલો વધતો ગયો. વિડીયોમાં જોવા મળી રહૃાું છે કે સભાની અંદર કઈ રીતે હોબાળો મચ્યો છે. એટલા સુધી કે ભીડ એક નેતાને પાડી પણ દે છે. આ દરમિયાન સભાના અનેક સભ્યો ઉઠીને બહાર જતા રહે છે, પરંતુ ગુસ્સે ભરાયેલા નેતાઓ પરસ્પર લડે છે.
જિયો ન્યૂઝ પ્રમાણે આબરોએ આરોપ લગાવ્યો છે કે સીનેટ ઉમેદવારીની ટિકિટો વહેંચવામાં આવી છે અને તેઓ સૈફુલ્લા આબરો અને ફૈઝલ વાવડાની પસંદગીથી સહમત નથી. તેમણે સ્પષ્ટ કહૃાું કે, તેઓ પાર્ટી લાઇન પર વોટ નહીં આપે. પાકિસ્તાનની સુપ્રીમ કૉર્ટે સોમવારના એક ચુકાદામાં કહૃાું હતુ કે, બુધવારના થનારી સીનેટ ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા થશે. આ ચુકાદો ત્યારે આવ્યો છે જ્યારે ભ્રષ્ટાચારથી બચવા માટે ખુલ્લા મતદાનની પરવાનગી આપવા પર સત્તાપક્ષ અને વિપક્ષમાં વિવાદ ચાલી રહૃાો હતો.
સુપ્રીમ કૉર્ટે પોતાના ચુકાદામાં કહૃાું કે, ચૂંટણીમાં પારદર્શિતા જળવાયલી રહે તે ECPની જવાબદૃારી છે. સીનેટ ચૂંટણીમાં મતદાનની રીતોને લઇને સુપ્રીમ કૉર્ટે ગુરૂવારના આ પ્રકરણમાં પોતાની સુનાવણી પૂર્ણ કરી હતી. મુખ્ય ન્યાયાધીશ ગુલઝાર અહમદ ૫ સભ્યોની ખંડપીઠની અધ્યક્ષતા કરી રહૃાા હતા.