Subscribe Saurashtra Kranti here.
પાકિસ્તાનના પંજાબની પ્રાંતીય સરકારે કહૃાું છે કે લોકડાઉન દરમિયાન લોકો આંદોલન કરી નહીં શકે
પાકિસ્તાનમાં કોરોના વાઈરસના કેસો ફરી વધી ગયા છે. રોગચાળાનું ત્રીજું મોજું આવ્યું છે. પંજાબ પ્રાંતના સાત મોટા શહેરોમાં આવતીકાલે, સોમવારથી લોકડાઉન લાગુ કરવાનો પ્રાંતીય સરકારે નિર્ણય લીધો છે. આ સાત શહેર છે લાહોર, રાવલિંપડી, સરગોધા, ફૈસલાબાદ, મુલ્તાન, ગુજરાંવાલા અને ગૂજરાત. આ શહેરોમાં બે સપ્તાહ માટે લોકડાઉન લાગુ કરવાનું નક્કી કરાયું છે.
Read About Weather here
પંજાબની પ્રાંતીય સરકારે કહૃાું છે કે લોકડાઉન દરમિયાન લોકો આંદોલન કરી નહીં શકે, કોઈ પણ સાર્વજનિક કે ખાનગી સ્થળ પર સામાજિક, ધાર્મિક કે અન્ય હેતુ માટે સભાઓ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. બેક્ધ્વેટ હોલ, સામુદાયિક ભવન અને બજારો બંધ રહેશે. માત્ર હોમ ડિલીવરીને જ પરવાનગી રહેશે. તમામ રમતગમત, સાંસ્કૃતિક સહિત ગતિવિધિઓ, કાર્યક્રમો ઉપર પણ પ્રતિબંધ રહેશે. લાહોરના અનેક વિસ્તારોમાં તો સ્માર્ટ લોકડાઉન ક્યારનું લાગુ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here