પાકિસ્તાનના પંજાબમાં હિન્દુ મંદિરનો નકશો ફેરવ્યો

પાકિસ્તાનના પંજાબમાં હિન્દુ મંદિરનો નકશો ફેરવ્યો
પાકિસ્તાનના પંજાબમાં હિન્દુ મંદિરનો નકશો ફેરવ્યો

ટોળાએ પ્રતિમાઓ ખંડિત કરી, આગ લગાડી દીધી

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા રહિમ યાર ખાન જિલ્લાના સિધ્ધી વિનાયક મંદિરમાં ઘુસી ગયેલા મુસ્લિમ તોફાનીઓના એક ટોળાએ મંદિરમાં ભારે તોડફોડ કરી હતી અને આગજની પણ કરી હતી એવું જાહેર થયું છે.

સ્થળ પર ઘસી ગયેલ પોલીસ અને સુરક્ષાદળોએ તોફાનીઓને ભગાડી મુકી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. એક મુસ્લિમ મદ્રેશા પર કહેવાતા હુમલો થયાનો આક્ષેપ કરીને તોફાનીઓએ સિધ્ધી વિનાયક મંદિરને નીશાન બનાવ્યું હતું.

જિલ્લાના ભૌગ શહેરમાં આ ઘટના બની હતી. જે પાકિસ્તાનના લાહોરથી 580 કિલોમીટર દુર છે. સોશિયલ મીડિયામાં ઉશ્કેરણી જનક લખાણો આવ્યા બાદ તોફાનીઓએ હુમલો કર્યો હતો. પવિત્ર મુર્તીઓને ખંડિત કરી હતી અને અંદર કેટલાક ભાગમાં આગ પણ લગાડી હતી.

ધાર્મીક પુસ્તકોનું પણ અપમાન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં પોલીસે જણાવ્યા મુજબ 100 જેટલા હિન્દુ પરીવારો રહે છે. મંદિર અને હિન્દુ પરીવારોના રક્ષણ માટે તાત્કાલીક પાકિસ્તાની અર્ધલશ્કરી દળ રેન્જર્સના જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પાકિસ્તાનના શાસક પક્ષ તહેરીકે ઇનસાફના સાંસદ ડો.રમેશ કુમાર વાંકાણીએ તેમના ટ્વીટ વોલ પર મદિર પર હુમલાના વીડિયો મુકયા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગઇકાલથી પરિસ્થિતિ તંગ બની હતી પણ સ્થાનિક પોલીસની બેકાળજી શરમ જનક બની રહી છે. હુમલા ખોરો સામે કડક પગલા લેવાની માંગણી કરી હતી. હજુ સુધી આ ઘટનામાં કોઇ ધરપકડ કરવામાં આવી નથી.