પશ્ર્ચિમ બંગાળમાં ચાલી રહેલા ખૂની ખેલમાં ભાજપના વધુ એક કાર્યકરની હત્યા કરી દેવામાં આવી છે. પશ્ર્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવશે તેમ તેમ હિંસા વધતી જશે તેવી બીક પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
પીએમ મોદીએ મમતા બેનરજી સરકારને આ મુદ્દે આપેલી ચેતવણી વચ્ચે મેદિનીપુર વિસ્તારની ભગવાનપુરા વિધાનસભા વિસ્તારમાં ભાજપના કાર્યકર ગોકુલ જેનાને માર મારીને મોતને ઘાટ ઉતારી દેવાયા છે. ભાજપના નેતાઓએ મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસના નેતાઓ પર હત્યાનો આરોપ લગાવ્યો છે.
ગોકુલ જેનાનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો હતો.જેના પર ઈજાના નિશાન હતા.લાઠીઓ મારીને તેમને મોતને ઘાટ ઉતારાયા હોવાનુ અનુમાન થઈ રહૃાુ છે.ભાજપે કહૃાુ છે કે, તૃણમુલ કોંગ્રેસ રાજ્યમાં હિંસાની હોળી પ્રગટાવી રહી છે.જેમાં ભાજપના ૧૨૧ કાર્યકરોની હત્યા થઈ છે.આમ છતા પોલીસ ચૂપ છે અને હત્યારો સામે કોઈ કાર્યવાહી કરી રહી નથી.પોલીસનુ કામ આવા કેસ રફે-દફે કરવાનુ છે.
ભાજપના નેતા શાયંતન બસુએ કહૃાુ હતુ કે, બિહારમાં એનડીએની સરકાર બની છે અને હવે બંગાળનો વારો છે.બંગાળમાં પણ ભાજપની સરકાર બનશે અને તે વખતે આ તમામ હિંસાનો જવાબ લેવામાં આવશે.
તેમણે આરોપ લગાવ્યો હતો કે, ગામના તૃણમુલ કોંગ્રેસના સરપંચને કોરોના થયો હોવાથી ગોકુલ જેનાએ તેમને ઘરમાં રહેવાની સલાહ આપી હતી અને આ વાત પર ગોકુલની હત્યા કરી દેવાઈ છે.