પશ્ચિમ બંગાળમાં શ્રમમંત્રી પર પેટ્રોલ બોમ્બ હુમલો

19

ગૌ-તસ્કરોની ટોળકીએ નિશાન બનાવ્યા હોવાની આશંકા

મુર્શિદાબાદ જિલ્લાના નીમ્તીતા સ્ટેશન પર બની ઘટનામંત્રીને ગંભીર ઈજાઓ : અનેક ટેકેદારો ઘાયલ, સનસનાટી

પશ્ચિમ બંગાળમાં ગઈકાલે મધરાત્રે રાજ્યના શ્રમપ્રધાન ઝાકીર હુસેન પર કેટલાક અજાણ્યા હુમલાખોરોએ પેટ્રોલ બોમ્બથી હુમલો કરતા મંત્રીને ગંભીર ઈજાઓ થઇ અને તેમના કેટલાક ટેકેદારો પણ ઘવાયા છે. આ ઘટનાથી રાજ્યભરમાં ચકચાર પ્રસરી જવા પામ્યો છે.

શ્રમ રાજ્યમંત્રી ઝાકીર હુસેન કોલકતા જવા માટે ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે પ્લેટફોર્મ નંબર-2 પર અચાનક કેટલાક હુમલાખોરો ધસી આવ્યા હતા અને મંત્રી પર પેટ્રોલ બોમ્બના આડેધડ ઘા કર્યા હતા. આથી થોડા સમય માટે પ્લેટફોર્મ પર જબરી દોડધામ મચી જવા પામી હતી.

ઘવાયેલા મંત્રી અને તેમના અંસખ્યબધ ટેકેદારોને તાત્કાલિક મુર્શિદાબાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તબીબોએ જણાવ્યું હતું કે, મંત્રી હુશેનને હાથ અને પગે ગંભીર ઈજાઓ થઇ છે.

પક્ષના સુત્રોએ જણાવ્યું હતું કે, શ્રમમંત્રી તેમના જિલ્લામાં બેફામ બનેલી ગૌ-તસ્કરી રોકવાનો વિરોધ કરી રહ્યા હતા અને ભ્રષ્ટાચાર સામે લડત ચલાવી રહ્યા હતા. જ.ઙ. મુર્શિદાબાદએ જણાવ્યું હતું કે, પોલીસને ગૌ-તસ્કરી ટોળકી પર જ શંકા છે. હુમલા ખોરને ઝડપી લેવા ચારેય તરફ નાકા બંધી કરવામાં આવી છે.

શ્રમમંત્રી ઝાકીર હુસેન તાજેતરમાં ઝ.ખ.ઈ. છોડી ગયેલા પૂર્વ મંત્રી સુવેંદુ અધિકારીની નજીક ગણાય છે. ભાજપે આ ઘટનાને ઝ.ખ.ઈ.ના આંતરિક કલહરૂપ ગણાવ્યું છે. જયારે બંગાળ કોંગ્રેસના પ્રમુખ અધીરરંજન ચૌધરીએ મમતા સરકારની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, ગૌ-તસ્કરોએ જ મંત્રીને નિશાન બનાવ્યા છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા બિલકુલ પડી ભાંગ્યા છે.