પત્નીએ પતિની હિલચાલો પર નજર રાખવા માટે તેની એસયુવીમાં GPS ટ્રેકર ફિટ કર્યું હતું. પુણેમાં ગર્લફ્રેન્ડ સાથે હોટલમાં ચેક-ઇન કરવા માટે પત્નીના આઇડી કાર્ડનો ઉપયોગ કરનાર ગુજરાતના 41 વર્ષીય ઉદ્યોગપતિ સામે કેસ થયો છે. આ બિઝનેસમેનની કંપનીમાં તેની પત્ની ડાયરેક્ટર છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, ગત નવેમ્બરમાં બિઝનેસમેન પતિ બેંગલુરુ જવા નીકળ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
GPS ટ્રેકર દ્વારા પત્નીને ખબર પડી કે પતિ બેંગલુરુ નહીં, પણ પુણે પહોંચ્યા છે. પુણેની હોટલનું લોકેશન ટ્રેસ થયા બાદ પત્નીએ હોટલમાં પૃચ્છા કરી તો સામેથી એવું કહેવામાં આવ્યું કે પતિએ તેમના જ એટલે કે પત્નીના આધાર કાર્ડના આધારે હોટલમાં ચેક-ઇન કર્યું છે.
Read About Weather here
બાદમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે ગર્લફ્રેન્ડની સાથે પહોંચેલા પતિએ ગર્લફ્રેન્ડ નહીં, પણ પોતાની પત્નીના આધાર કાર્ડને આધારે પ્રેમિકાને ચેક-ઇન કરાવ્યું હતું. બાદમાં પુણેના હિંજેવાડી પોલીસ મથકમાં પતિ અને તેની પ્રેમિકા વિરુદ્ધ IPCની કલમ 419 હેઠળ કેસ કરાયો છે.સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતાં આ વાત પુરવાર થઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here