સાત રાજ્યો બાદ વધુ એક રાજ્યનો સીબીઆઇને પ્રવેશ આપવા ઇક્ધાર
પંજાબ સરકારે સીબીઆઈને લઈને મોટો નિર્ણય લીધો છે જે મુજબ હવે સીબીઆઈએ પંજાબમાં કોઈ પણ નવા કેસમાં તપાસ કરતા પહેલા રાજ્ય સરકારની મંજુરી લેવી પડશે. રાજ્યની અમરીંદર સરકારે સોમવારે એક આદેશ સાથે સીબીઆઈને રાજ્યમાં ન્યાય ક્ષેત્ર અને શક્તિઓના ઉપયોગ માટે આપેલ સહમતીને પાછી લીધી છે.
જોકે જનરલ કન્સેન્ટ પાછી લીધા પહેલાના તમામ કેસોની તપાસ સીબીઆઈ કરી શકશે. મહત્વપુર્ણ છે કે સીબીઆઈના કાર્યપ્રણાલી અને કાર્યક્ષેત્રને લઈને સવાલો ઉઠી રહૃાા છે ત્યારે પશ્ર્ચિમ બંગાળ, કેરળ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, સિક્કિમ, ત્રિપુરા અને રાજસ્થાનમાં પણ સીબીઆઈએ કેસની તપાસ માટે રાજ્ય સરકારોની અનુમતી લેવી જરુરી છે. આ રાજ્યોમાં સીબીઆઈની એન્ટ્રી રોકવામાં આવી છે.