પંજાબના મુખ્યમંત્રી અમિંરદર સિંહે રામ મંદિર માટે બે લાખનું દાન આપ્યું

17

પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંઘે અયોધ્યામાં બનનારા રામ મંદિર માટે પોતાના પર્સનલ એકાઉન્ટમાંથી બે લાખનુ દાન આપ્યુ છે. રામ મંદિરનુ દાન એકઠુ કરી રહેલી ટીમને કેપ્ટને પોતાનો ચેક સુપરત કર્યો હતો.કેપ્ટને વ્યક્ગિત રીતે આ દાન આપ્યુ છે.આ પહેલા બીજા પણ કેટલાક કોંગ્રેસી નેતાઓ રામ મંદિર માટે દાન આપી ચુક્યા છે.

સાત માર્ચે રામ મંદિર માટે દાન આપવાનો પંજાબમાં અંતિમ દિવસ હતો.પંજાબમાં રામ મંદિર માટે ડોનેશન એકઠુ કરવાની સમય મર્યાદા લંબાવવામાં આવી હતી.જેના પગલે અહીંયા ૭ માર્ચ સુધી ડોનેશન માટેની કવાયત ચાલુ રખાી હતી.

ઉલ્લેખનીય છે કે, રામ મંદિર માટે દેશભરમાંથી ૨૫૦૦ કરોડ રુપિયાનુ દાન આવી ચુક્યુ છે. રાજકીય હસ્તીઓ પણ દાન આપવામાંથી પાછળ રહી નથી. પીએમ મોદીથી માંડીને રાષ્ટ્રપતિ અને બીજા નેતાઓએ મંદિર માટે દાન આપ્યુ છે. રામ મંદિર માટે સૌથી વધારે ૫૧૫ કરોડ રુપિયા દાન રાજસ્થાન રાજ્યમાંથી આવ્યુ છે.