નો વેક્સિનેશન નો એન્ટ્રી…!!

એક્સટર્નલ કોર્સમાં 10 હજારથી વધુ ફોર્મ ભરાયા…
એક્સટર્નલ કોર્સમાં 10 હજારથી વધુ ફોર્મ ભરાયા…

વિદ્યાર્થીઓ, અધ્યાપકો, કર્મીઓને સેનેટાઈઝ, થર્મલ ગનથી ચેકિંગનો આદેશ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ફરી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ વગેરે જેવા નિયમોનું પાલન કરીને સ્વાસ્થ્યને બચાવી શકાય છે. સરકાર દ્વારા આ વાયસરનો સામનો કરવા માટે  વેકિસનેશન કામગીરીની શરૂઆત કરી.

તેમાં પણ સરકારને સારી એવી સફળતા મળી છે. વેકિસનેશન કરવું ખુબ અનિવાર્ય છે. પરંતુ હજુ પણ કેટલાક લોકો એવા છે કે જેમણે કોઈ કારણોસર વેકિસન લીધેલ નથી.

તેમાં જયારે હાલની પરિસ્થિતિમાં શાળા-કોલેજો ખુલી ગયેલ છે તેમજ બાળકો પણ કોરોના વાયરસનો ભોગ બની રહ્યા છે. તેના પગલે દેશ સહિત ગુજરાતમાં 3 જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકો માટે પણ વેક્સિનેશન કામગીરી હાથ ધરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે બીજી બાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતીન પેથાણીએ જણાવ્યું કે, કોરોના સંક્રમણ અટકાવવા માસ્ક, વેક્સિનેશનવાળાને જ પ્રવેશનો નિર્ણય કર્યો છે. જે સરકારી, ખાનગી, ગ્રાન્ટેડ કોલેજોને લાગુ પડશે.

તો બીજી બાજુ ઉપકુલપતિ ડો.વિજય દેશાણીએ કહ્યું કે, ભવનના અધ્યક્ષ અને કોલેજના આચાર્યો જોગ પરિપત્ર કર્યો છે કે, દરેક વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કર્મચારીઓ ફરજીયાત માસ્ક પહેરી આવે, વેક્સિનના બંનેડોઝ લીધા હોય તેઓને જ એન્ટ્રી અપાશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં માસ્ક અને વેક્સિનેશન વિનાનાને નો એન્ટ્રીનો નિર્ણય લેવાયો છે. રાજકોટમાં કોરોનાના વધતા સંક્રમણને પગલે કુલપતિ-ઉપકુલપતિએ આ નિર્ણય કર્યો છે જે સંલગ્ન કોલેજોમાં પણ લાગુ પડશે.

Read About Weather here

હાલના તબક્કે તમામ જાગૃત થાય અને કોરોના સામે રક્ષણ આપતું માસ્ક પહેરે, હાથ સેનેટાઈઝ કરે અને વેક્સિનના બંને ડોઝ લે તે જ લક્ષ્યાંક છે. થર્મલ ગનથી ચેકિંગની વ્યવસ્થા પણ કરાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here