નેશનલ ફેમીલી હેલ્થનો ચોંકાવનારો સર્વે…!!

નેશનલ ફેમીલી હેલ્થનો ચોંકાવનારો સર્વે...!!
નેશનલ ફેમીલી હેલ્થનો ચોંકાવનારો સર્વે...!!

ગુજરાતના ઘરોમાં ગાદલા કરતાં મોબાઈલ વધુ

92 ટકા ઘરોમાં મોબાઈલ પહોંચી ગયા છે અને ઇન્ટરનેટનો વપરાશ કરનારાઓ 55 ટકા થયા : જો કે કાર હજુ 11 ટકા ઘરોમાં જ પહોંચી છે : રાજ્યમાં અને દેશમાં બેઝીક મોબાઈલની હજી બોલબાલા


આપણા  જીવનમાં સ્માર્ટ ફોનએ એક અનેરું સ્થાન લઈ લીધેલ છે. હવે મોબાઇલ ફોનએ આપણી જિંદગીનો એક ભાગ બની ગયો છે અને હૃદયના દરેક ધબકારા સાથે બેટરીના ધબકારાનું પણ સંતુલન જળવાઈ તે માટે સતત પ્રયત્ન થાય છે આવું કહેવામાં કંઈ  ખોટું નથી. તેમાં  પણ ખાસ કરીને બાળકોને મોબાઈલ કંઇક વધુ જ રસ પડતો દેખાયો છે.

ત્યારે બીજી બાજુ જોવા જઈએ તો રાજ્યમાં દરેક 100 ઘરોમાં 92 મોબાઈલ પહોંચી ગયા છે અને આશ્ચર્યજનક  વાત તો એ છે કે આ ઘરમાં ગાદલાની સંખ્યા  કરતાં મોબાઈલની સંખ્યા વધુ છે એટલે કે, ગાદલા હજુ 88 ટકા જ છે લોકો ગાદલા શેર કરે છે પણ મોબાઈલ નહીં.

નેશનલ ફેમીલી હેલ્થ સર્વે હાલમાં જ કરવામાં આવ્યો હતો તેમાં આ રસપ્રદ સર્વેમાં આ માહિતી બહાર આવી છે. જેમાં મોટાભાગ ઘરોમાં હવે મોબાઈલ પહોંચી ગયો છે. જ્યારે ટેલીવીઝન 73 ટકા ઘરોમાં, બાઈક કે સ્કૂટર 61 ટકા ઘરોમાં અને

Read About Weather here

સૌથી વધુ આશ્ચર્ય એ છે કે 55 ટકા ઘરોમાં ઇન્ટરનેટ વપરાશ પણ થાય છે. જ્યારે 33 ટકા ઘરોમાં રેફ્રીજરેટર અને 30 ટકા ઘરોમાં બાઇસિકલ પરંતુ માર્ગ પર સતત કારોના કાફલા દેખાય છે

Read Local News / Articles : Saurashtra , Gujarat

તેમ છતાં આ સર્વે મુજબ ગુજરાતમાં હજુ 11 ટકા ઘરોમાં કાર છે એટલે કે હજુ ઓટોમોબાઈલમાં ગુજરાત દેશના અનેક રાજ્યો કરતાં પાછળ છે.

આ સર્વેમાં શહેરી ક્ષેત્રમાં 57 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 89 ટકા ઘરોમાં મોબાઈલ પહોંચી ગયા છે. ગુજરાતની જેમ જ આંધ્રપ્રદેશમાં પણ મોબાઈલનું હાઉસહોલ્ડ પ્રમાણ વધુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here