નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ એ બજેટ પહેલાં જ સરકારનું નાક દબાવીને 48 હજાર કરોડ રૂપિયાની માગ સાથેનું લિસ્ટ પકડાવ્યું …

નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ એ બજેટ પહેલાં જ સરકારનું નાક દબાવીને 48 હજાર કરોડ રૂપિયાની માગ સાથેનું લિસ્ટ પકડાવ્યું ...
નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ એ બજેટ પહેલાં જ સરકારનું નાક દબાવીને 48 હજાર કરોડ રૂપિયાની માગ સાથેનું લિસ્ટ પકડાવ્યું ...

કેન્દ્ર સરકાર 23 જુલાઈએ સામાન્ય બજેટ રજૂ કરવાની છે, ત્યારે નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ એ બજેટ પહેલાં જ સરકારનું નાક દબાવીને 48 હજાર કરોડ રૂપિયાની માગ સાથેનું લિસ્ટ પકડાવી દીધું હોવાનું કહેવાય છે.

મોદી સરકાર નીતિશની જેડીયુના 12 અને ચંદ્રાબાબુની ટીડીપીના 16 સભ્યોના ટેકા પર ટકેલી છે તેનો લાભ ઉઠાવીને બંને મોદી સરકાર પાસે ધાર્યું કરાવવાની ફિરાકમાં છે. ચંદ્રાબાબુ અને નીતિશ બંને પોતપોતાનાં રાજ્યો માટે વિશેષ આર્થિક પેકેજની માગણી કરી રહ્યા છે.

નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ એ બજેટ પહેલાં જ સરકારનું નાક દબાવીને 48 હજાર કરોડ રૂપિયાની માગ સાથેનું લિસ્ટ પકડાવ્યું … બજેટ

ચંદ્રાબાબુ અને નીતિશ કુમાર બંનેએ પોતપોતાની માગનાં અલગ અલગ લિસ્ટ નાણાં મંત્રી નિર્મલા સીતારામને આપ્યાં છે. રસપ્રદ વાત એ છે કે, બંનેએ કેન્દ્ર સરકાર પાસેથી 1-1 લાખ કરોડ રૂપિયાની લોંગ ટર્મ લોનની માગણી કરી છે. તેનો મતલબ એ થયો કે, બંનેએ સાંઠગાંઠ કરીને એકસરખી રકમની માગ મૂકી છે.

અત્યારે કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કોઈ પણ શરત વિના લોંગ ટર્મ માટે 50-50 હજાર કરોડ રૂપિયાની લોન અપાય છે. ચંદ્રાબાબુ અને નીતિશ કુમારે આ લોનની રકમ વધારીને બમણી કરીને 1-1 લાખ કરોડ આપવાની માગ કરી હોવાનું કહેવાય છે.

નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ એ બજેટ પહેલાં જ સરકારનું નાક દબાવીને 48 હજાર કરોડ રૂપિયાની માગ સાથેનું લિસ્ટ પકડાવ્યું … બજેટ

ચંદ્રાબાબુ ગયા અઠવાડિયે વડાપ્રધાન અને નાણામંત્રીને મળ્યા ત્યારે આંધ્ર પ્રદેશ માટે બજેટમાં શું શું હોવું જોઈએ તેનું લિસ્ટ આપ્યું હતું. ચંદ્રાબાબુએ આંધ્રની નવી રાજધાની અમરાવતીના વિકાસ તથા પોલાવરમ સિચાઈ પ્રોજેકટ માટે જંગી રકમની માગણી કરી છે.

નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ એ બજેટ પહેલાં જ સરકારનું નાક દબાવીને 48 હજાર કરોડ રૂપિયાની માગ સાથેનું લિસ્ટ પકડાવ્યું … બજેટ

આ સિવાય રાજ્યના પછાત મનાતા રામાયપટનમ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું પોર્ટ તથા કડપ્પા જિલ્લામાં કેન્દ્ર સરકારના આયર્ન પ્રોજેકટની માગણી કરી છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here