નાઈજિરિયાના માલીમાં મોટો આતંકી હુમલો, ૭૦ના મોત નીપજ્યા

44
SaurashtraKranti logo favicon
SaurashtraKranti logo favicon

આફ્રિકી દેશ નાઈજિરિયામાં થયેલા એક આતંકવાદી હુમલામાં ૭૦થી વધારે લોકોના મૃત્યુ થયાના સમાચાર છે. મીડિયા રિપોર્ટ અનુસાર આતંકવાદીઓએ માલીની સરહદે સ્થિત બે ગામડા પર હુમલો કરીને ૭૦ લોકોની હત્યા કરી દીધી. આ હુમલામાં ૨૦ થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

હિંસા વાળા વિસ્તારમાં ગૃહયુદ્ધના કારણે વર્ષ ૨૦૧૭થી જ ઈમરજન્સી લાગુ છે. આતંકવાદીઓએ અહીં બે ગામને નિશાન બનાવ્યા છે. નાઈજિરિયાની સરકાર આરોપ લગાવતી રહી છે કે માલીના સશસ્ત્ર જૂથ તેમના રાજ્યની સરહદમાં ઘૂસીને આતંકી ઘટનાને અંજામ આપે છે. આ હુમલા પર હજુ સુધી કોઈ આતંકી જૂથે સત્તાકીય નિવેદન આપ્યુ નથી.

આ વિસ્તારમાં અલ કાયદા અને ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા કેટલાક આતંકી સંગઠન સક્રિય છે. નાઈજિરિયામાં ૨૭ ડિસેમ્બરે બોરનો પ્રાંતમાં આતંકી સંગઠન બોકોના હુમલામાં ૧૦ના મોત થયા હતા. બોરનો પ્રાંતીય સરકાર અનુસાર હુમલાખોરોને ચાર ગામને નિશાન બનાવ્યા હતા. આતંકીઓએ સૌથી પહેલા અજારે નગરમાં હુમલો કર્યો જ્યાં સરકારી કાર્યાલયો અને પોલીસ સ્ટેશનને નિશાન બનાવવામાં આવ્યા.