ધર્મનિરપેક્ષતા વૈશ્ર્વિક સ્તરે ભારત માટે મોટો ખતરો: યોગી આદિત્યનાથ

7
Yogi-Adityanath-UP-CM-BJP-ઉ.પ્રદેશ
Yogi-Adityanath-UP-CM-BJP-ઉ.પ્રદેશ

પ્રોપગેન્ડા ફેલાવનારાને સજા ભોગવવી પડશે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ફરી એક વાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેઓએ શનિવારે કહૃાું છે કે ધર્મનિરપેક્ષતા વૈશ્ર્વિક સ્તર પર ભારતીય પરંપરા માટે મોટો ખતરો છે અને જે લોકો ભારતની વિરુદ્ધ પ્રોપાગેન્ડા ફેલાવી રહૃાા છે, તેમને સજા ભોગવવી પડશે.

યોગી આદિત્યનાથે એક કાર્યક્રમમાં ચેતવણીના સ્વરમાં કહૃાું કે, પોતાના લાભ માટે લોકોને ગેરમાર્ગે દોરવા અને દેશને દગો આપનારાઓને છોડવામાં નહીં આવે. જે લોકો થોડાક પૈસા માટે ભારત વિશે જૂઠી વાતો ફેલાવી રહૃાા છે તેમણે કાર્યવાહીનો સામનો કરવો પડશે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ‘ગ્લોબલ ઇનસાઇકલોપીડિયા ઓફ રામાયણની ‘કર્ટેન રેઝર પુસ્તકના વિમોચન કાર્યક્રમને સંબોધિત કરી રહૃાા હતા. આ કાર્યક્રમનું આયોજન રાજ્યનું સંસ્કૃતિ વિભાગે કર્યું હતું. મુખ્યમંત્રીએ શોધ સંસ્થાન દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોનું પણ વિમોચન કર્યું. તેઓએ આ દરમિયાન કહૃાું કે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને ગ્લોબલ ઇનસાઇક્લોપીડિયા ઓફ ધ રામાયણના લૉન્ચને વધુ ખાસ બનાવી દીધું છે.
યોગી આદિત્યનાથે ભારતના ધર્મનિરપેક્ષતા પર બોલતા લોકોને અપીલ કરી છે કે નાના સાંપ્રદાયિક વિવાદોમાં સામેલ થઈને દેશની મૈત્રીપૂર્ણ ભાવનાને ગુમાવે નહીં. તેઓએ કાર્યક્રમ દરમિયાન કહૃાું કે ભગવાન શ્રીરામની સંસ્કૃતિ પહેલી સંસ્કૃતિ છે, જેને વૈશ્ર્વિક મંચ પર પોતાનું સ્થાન ઊભું કર્યું. તેના હજારો વર્ષો બાદ ભગવાન બુદ્ધની સંસ્કૃતિ વૈશ્ર્વિક મંચ પર સ્થાપિત થઈ.