દો ગજ કી દુરી ઇન લોગો કે લીયે નહીં હૈ જરૂરી!

થોડીવાર નિયમોનું પાલન કરાયું અને પછી ….

દેશભરમાં કોરોનાએ હાલમાં માઝા મુકી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. કોરોનાના કેસોમાં મોટા પાયે વધારો થતા ગુજરાત હાઇકોર્ટે અગાઉ સરકારને ઉધડી લીધી હતી અને પોતાને શુ કરવુ જોઇએ તે અંગે સમજાવ્યું હતું અને એ પણ જણાવ્યુ હતુ કે રાજ્યમાં રાજકીય મેળવડા થાય છે તે બંધ કરાવો તે અનુસંધાને તમામ રાજકીય કાર્યક્રમો સ્થતીત કરાયા હતા. હાઇકોર્ટે એમ પણ કીધુ હતું કે નાની મીટીંગો પણ લોકો ન કરે. લોકો એકઠા ન થાય. પણ અમુક લોકોને આ નિયમોનું પાલન કરવામાં તકલીફ થતી હોય એવા ચિત્રો સામે આવી રહ્યા છે.

દો ગજ કી દુરી ઇન લોગો કે લીયે નહીં હૈ જરૂરી!

આપણા વડાપ્રધાન દેશને સંદેશો આપે છે કે લોકોએ દો ગજ કી દુરી અને માસ્કના નીયમોનું પાલન કરવું જોઇએ. પણ એક નિયમનું પાલન કરવા જતા બીજો નિયમ તુટી જતો હોય છે તે રીતે આજે ગુજરાત રાજયના સ્થાપના દિને રાજકોટ મહાનગરપાલિકાએ શહેરની જાણીતી લેબોરેટરી ન્યુબર્ગ સુપ્રાટેકના સહયોગથી ડ્રાઈવ થ્રુ આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કેન્દ્ર રેસકોર્ષ સંકુલમાં આવેલ કવિ રમેશભાઈ પારેખ રંગદર્શન પાસે સાંસદ મોહનભાઈ કુંડારીયાના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવેલ.

દો ગજ કી દુરી ઇન લોગો કે લીયે નહીં હૈ જરૂરી!

આ પ્રસંગે ધનસુખ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઈ કાનગડ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા, ડે.કમિશનર બી.જી. પ્રજાપતિ. તથા એ.આર. સિંહ, તેમજ ન્યુબર્ગ સુપ્રાટેકના ડોક્ટર તથા તેનો સ્ટાફ વિગેરે ઉપસ્થિત રહેલ અને તમામ લોકોએ માસ્ક પહેર્યા હતા પરંતુ સોશીયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવામાં ચુક રહી ગઇ. આ જોતા લોકોના મનમાં અનેક તર્કવિર્તકો સર્જાયા છે. કે આ લોકોએ પણ નિયમોનુ પાલન કરવું જોઇએ.

દો ગજ કી દુરી ઇન લોગો કે લીયે નહીં હૈ જરૂરી!

લોકોના મનમા એ પણ પ્રશ્ર્ન થયો છે કે પોલીસ કમીશનરે બજારોમાં લોકોના ટોળા હોવાથી તમામ બજારો બંધ કરવા માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું હતું. અને લોકોને ઘરમાં રહેવા અપીલ પણ કરાઇ હતી. પણ આ રાજકીય લોકોને કોઇની અપીલની અસર થતી નથી તેવુ લાગી રહ્યું છે.