સૌથી વધુ મહારાષ્ટ્રમાં 40 અને દિલ્હીમાં 22 નવા કેસો નોંધાયા: દેશના 19 જેટલા જિલ્લાઓ ઓમિક્રોન હાઈરીસ્ક જાહેર થયા
ભીડભાડ ટાળવા કેન્દ્રની તાકીદ
11 જેટલા રાજ્યોમાં ઓમિક્રોન વાયરસ ઝડપથી પ્રસરી રહ્યાની લાલબતી
કોરોના વાયરસનું નવું સંસ્કરણ ઓમિક્રોન હવે સંક્રમણની ગતિ પકડી રહ્યું હોય તેવું લાગે છે. ઓમિક્રોન વાયરસે સદી ફટકારી દીધી છે અને દેશનાં 11 રાજ્યોમાં ઝડપથી પંજો ફેલાવવાનું શરૂ કરી દેતા કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે.
Visit Saurashtra Kranti Homepage here
લોકોને બિનજરૂરી પ્રવાસે ન નીકળવા અને ભીડભાડથી દૂર રહેવા અને અકારણ ટોળેથી દૂર રહેવા લોકોને તાકીદ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારને આજે ખાસ ફરમાન બહાર પાડવું પડ્યું છે.
સૌથી વધુ કેસો મહારાષ્ટ્રમાં 40 થયા છે અને દિલ્હીમાં ઓમિક્રોનનાં કેસ વધીને 22 થઇ ગયા છે. દેશના 11 રાજ્યો એવા છે જ્યાં ઓમિક્રોન વાયરસ વેગ પૂર્વક ફેલાઈ રહ્યો છે અને 19 જેટલા જિલ્લાઓ હાઈરીસ્ક શ્રેણીમાં મુકવામાં આવ્યા છે.
દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનનાં કુલ કેસોની સંખ્યા 115 જેટલી થઇ ગઈ છે. સંક્રમણથી ત્રીજી લહેરનું જોખમ ઉભું થયું હોવાથી કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલય દ્વારા સાવધાનીની આલબેલ વગાડવામાં આવી છે. આરોગ્ય ખાતાએ લાલબતી ધરતા જાહેર કર્યું છે
કે, ઓમિક્રોન અને કોરોનાનાં બેવડા જોખમથી બચવા માટે ચહેરા પર માસ્ક અને સામાજીક અંતર જેવા કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું પડશે. એટલું જ નહીં લોકો ભીડભાડ ન કરે અને બિનજરૂરી પ્રવાસ ટાળે એ પણ જરૂરી બન્યું છે.
બ્રિટન અને અમેરિકાનો દાખલો આપીને આરોગ્ય મંત્રાલય દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે જે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં નહીં આવે તો ઓમિક્રોનનાં કેસોની દૈનિક સંખ્યા 14 લાખ થઇ જવાની ભીતિ છે.
સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનાં 40 કેસ થઇ ગયા છે. દિલ્હીમાં આજે એક દિવસમાં 10 કેસ થયા કુલ 22 કેસો થયા છે. રાજસ્થાનમાં ઓમિક્રોનનાં 17, તેલંગણા તથા કર્ણાટકમાં 8-8, ગુજરાતમાં 5 નવા કેસો નોંધાયા છે.
ઉપરાંત કેરાલા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં પણ નવા વાયરસે દેખા દીધી છે. મહારાષ્ટ્રમાં માત્ર 18 વર્ષની વયની માસુમ બાળા અને ત્રણ વર્ષની વયનાં બાળકને ઓમિક્રોનનું સંક્રમણ થતા ભારે ચિંતા ઉભી થઇ છે.
તમામ રાજ્યોને ટેસ્ટીંગ અને ટ્રેસિંગનું પ્રમાણ વધારી દેવા અને શંકાસ્પદ કેસોનાં લેબોરેટરી ટેસ્ટ પર ભાર મુકવા કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે. વિદેશથી આવતા મુસાફરો અંગે પણ કડક ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે.
તમામ મુસાફરોનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એમની સાથે સંપર્ક ધરાવતા તમામનું પણ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. દરેકની ટ્રાવેલ અને સંપર્ક હિસ્ટ્રી પર કડક નજર રાખવામાં આવી રહી છે. તેમ દેશના કોવિડ ટાસ્ક ફોર્સનાં વડા ડો.વી.કે.પૌલે જણાવ્યું હતું.
ઓમિક્રોન વાયરસ ડેલ્ટા કરતા વધુ ઝડપથી ફેલાઈ છે. પણ ઓછો ઘાતક હોવાનો અત્યાર સુધી નિષ્ણાંતો કહી રહ્યા છે. ઓમિક્રોન વાયરસ પર અલગ-અલગ વેક્સિનની કેવી અસર થાય છે એ અંગે નિષ્ણાંતો હજુ નક્કર નિષ્પક્ષ પર પહોંચી શક્ય નથી.
Read About Weather here
કોરોના વાયરસ પણ ઘાતક રીતે આગળ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 7447 કેસ નોંધાયા છે. જયારે 289 જેટલા દર્દીઓનાં કોરોનાથી મોત થયા છે. આ રીતે ઓમિક્રોનની સાથે-સાથે કોરોના વાયરસ પણ વધુને વધુ ગંભીર બની રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here