દેશમાં દરિયાઇ શિપિંગ ક્ષેત્રના વિકાસ માટે ૮૨ અબજ ડોલરનું રોકાણ કરાશે: મોદી

21

આગામી દિવસોમાં દરિયાઇ માર્ગથી થનાર પરિવહનમાં ઝડપી વિકાશ થશે. આ માટે દેશમાં ૮૨ અબજ ડૉલરનું રોકાણનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ જાણકારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવાપે આપી હતી. તેઓ અહિયા Maritime India Summit 2021નું ઉદ્ઘાટન કર્યા બાદ સંબોધન કરી રહૃાા હતાં.

Maritime India Summit 2021 ને સંબોધિત કરતા પીએમ મોદીએ કહૃાું કે, વર્ષ ૨૦૩૫ સુધીમાં દેશમાં દરિયાઇ શિપિંગ ક્ષેત્રના વિકાસ માટે વિવિધ પ્રોજેક્ટ્સમાં ૮૨ અબજ ડૉલરનું રોકાણ કરવામાં આવશે. બંદરોના વિકાસની સાથે જ લાઇટહાઉસની આસપાસના જળમાર્ગના વિકાસ અને પર્યટનને પ્રોત્સાહન આપવાના પગલા લેવામાં આવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ વૈશ્ર્વિક રોકાણકારોને ભારતીય બંદરો, શિપયાર્ડ અને જળમાર્ગમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું.

પીએમ મોદીએ કહૃાું કે સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત ૫૭૪થી વધુ પ્રોજેક્ટ્સની ઓળખ કરવામાં આવી છે. જેના પરનો ખર્ચ ૮૨ અબજ ડૉલર અથવા છ લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટ પર કામ ૨૦૧૫થી ૨૦૩૫ દરમિયાન પૂર્ણ થવાનું છે. તેમણે માહિતી આપી કે સરકાર આગામી દસ વર્ષમાં દેશમાં ૨૩ જળમાર્ગોને કાર્યરત કરવા પર કામ કરી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહૃાું કે, ભારતના દરિયાકાંઠાની સરહદે ૧૮૯ લાઇટહાઉસ છે. તેમાંથી સરકાર હાલમાં ૭૮ જેટલા લાઇટહાઉસની આસપાસના પર્યટન સ્થળ તરીકે વિક્સાવાની યોજના પર કામ કરી રહી છે. તેમણે માહિતી આપી કે સરકાર દૃરિયાઇ શિપિંગ ક્ષેત્રે સ્વચ્છ અક્ષય ઊર્ઝાના ઉપયોગને પણ પ્રોત્સાહન આપી રહી છે. તેમણે કહૃાું,અમે દેશભરના તમામ મોટા બંદરો પર સોલર અને વિન્ડ પાવર આધારિત પાવર સિસ્ટમ સ્થાપિત કરવાની તૈયારીમાં છીએ. અમે ૨૦૩૦ સુધીમાં પવન ઉર્જા દ્વારા તમામ બંદરોમાં વપરાયેલી કુલ વીજળીના ૬૦ ટકાથી વધુનો ઉપયોગ કરવાના ઉદ્દેશ સાથે અમે આગળ વધી રહૃાા છીએ.