Subscribe Saurashtra Kranti here.
દેશમાં કોરોનાએ ભયંકર રીતે આગેકુચ ચાલુ રાખી છે
કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં, એકદિમાં 25681 કેસ, છેલ્લા 4 મહિનામાં પહેલીવાર દૈનિક કેસોમાં અસાધારણ વધારા
મધ્યપ્રદેશના ભોપાલ, ઇન્દોર, જબલપુરમાં લોકડાઉન
દેશમાં કોરોનાએ ભયંકર રીતે આગેકુચ ચાલુ રાખી છે અને સતત બીજા દિવસે કેસોની સપાટી 40 હજારના આંકને અડી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 40953 કોરોના કેસો નોંધાયા હતા અને 1088 લોકોના મૃત્યુ થયાનું નોંધાયું હતું. રસીકરણ પણ વેગ પકડી રહયું છે છતાં કોરોનાની ગતી એકધારી વધી રહી છે જે ચિંતા જનક છે.
દેશભરમાં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 1 કરોડ 15 લાખને પાર થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસો નોંધાઇ રહયા છે. એ પછી પંજાબ, કેરળ, કર્ણાટક અને ગુજરાત એ પાંચ રાજયોમાં રોજે રોજ દૈનિક કેસોની સંખ્યા ઉછાળો મારી રહી છે. અનેક રાજયોમાં શાળા કોલેજોને તાળા મારી દેવામાંઆવ્યા છે. મધ્યપ્રદેશના પાટનગર ભોપાલ, ઇન્દોર અને જબલપુરમાં લોકડાઉન નાખી દેવામાં આવ્યું છે.
Read About Weather here
દેશમાં જેટલા કેસો નોંધાઇ રહયા છે. એમાંથી 80 ટકા કેસો મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના પાંચ રાજયોમાં નોંધાઇ રહયા છે. શુક્રવારે પણ મહારાષ્ટ્રમાં ગંભીર પરિસ્થિતિ રહી હતી કુલ 25681 કેસો નોંધાયા હતા. મધ્યપ્રદેશના ત્રણ શહેરોમાં રાતના 10 થી સવારના 6 સુધી સંપુર્ણ કર્ફયુ રહેશે. 31 માર્ચ સુધી શાળા-કોલેજો બંધ રહેશે. પંજાબમાં પણ તમામ શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડ 20 લાખ અને 63 હજારથી વધુ લોકોને કોરોના રસી અપાઇ ગઇ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, હજુ વધુ 6 રસીનો ઉપયોગ ટુક સમયમાં શરૂ કરવામાં આવશે. કેન્દ્રના આરોગ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે, કોરોનામાં નવા પ્રકારનો વાઇરસ ખતરનાક છે એટલે તમામ લોકોએ રસી લઇ લેવી જોઇએ. ભારતીય બનાવટની રસીથી ડરવાની જરૂર નથી.
Read e-paper here
Subscribe Saurashtra Kranti here
Do Follow Facebook here
Read politics News here
Read About Weather here