દેશમાં કોરોના ‘ગાંડો તુર’ : યુપીના ગાઝિયાબાદમાં 144 મી કલમ (4)

11
હેન્ડિક્રાફટ-HANDYCRAFT-COMPANY
હેન્ડિક્રાફટ-HANDYCRAFT-COMPANY

Subscribe Saurashtra Kranti here.

સરકારો કોરોના કાબુમાં લેવા ઉંધે માથે થઇ રહી છે

રાજ્યના તમામ મોલ, રેસ્ટોરાં-શાળાઓમાં માસ્ક વિના પ્રવેશ નહી

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પાંચથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ

દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોના જાણે કે ગાંડો તૂર થયો હોય તેમ અચાનક મહામારીના કેસોમાં જબ્બર ઉછાળો થઇ રહ્યો છે તેના કારણે યુપી, મહારાષ્ટ્ર જેવા રાજ્યની સરકારો કોરો ના કાબુમાં લેવા ઉંધે માથે થઇ રહી છે. યુપીના ગાઝીયાબાદ શહેર અને જીલ્લા આગામી તારીખ 25 મે સુધી 144 ની કલમ લાગુ કરવામાં આવી છે. એ જ રીતે મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં પાંચથી વધુ લોકોને એક સ્થળે ભેગા થવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. યુપીના ગાઝીયાબાદ જીલ્લા પ્રશાસનએ જાહેર કર્યું છે કે, આગામી તહેવારોની સીઝન ધ્યાનમાં લઇ પ્રતિબંધક આદેશો અપાયા છે. તમામ મોલ, શાળાઓ, રેસ્ટોરાંમાં માસ્ક વિના પ્રવેશ આપશે નહી. યુપીમાં કોરોનાના કેસો વધુને વધુ નોંધાય રહ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના 1750 લોકોના મૃત્યુ થયા છે. તે કારણે રાજ્યભરમાં તકેદારીના પગલા લેવા અને કોવીડ નિયમોનું કડકાઈથી પાલન કરવવા યોગી સરકારે આદેશ આપ્યો છે. મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં કોરોનાના નવા 1271 કેસો જોવા મળતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. એટલે સમગ્ર જીલ્લામાં અનેક પ્રકારના નિયંત્રણો મુકાયા છે.

Read About Weather here

શનિ-રવિ સંપૂર્ણ લોકડાઉન રાખવામાં આવે છે. ઉપરાંત આજે નવો આદેશ બહાર પાડી લોકોને એક જગ્યાએ ભેગા થવા પર નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે. 4 એપ્રિલ સુધી નવા આદેશોનો અમલ જારી રહેશે. કેમ કે મહામારીના સૌથી વધુ કેસોમાં મહારાષ્ટ્ર આગળ છે તેથી તમામ જીલ્લા તંત્રને જરૂરી પગલા લેવાનો આદેશ આપ્યો છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here