દેશમાં કોરોનાના રોગચાળામાં ૧૦,૧૧૩ કંપની બંધ થઇ

મહારાષ્ટ્રની ૧,૨૭૯ કંપનીને તાળા

દેશમાં ૨૦૨૦ના એપ્રિલથી ચાલુ વર્ષના ફેબ્રુઆરી સુધીમાં કોવિડ-૧૯ના રોગચાળા દરમિયાન લૉકડાઉન વખતે આર્થિક પ્રવૃત્તિને માઠી અસર થવાથી ૧૦,૧૧૩ કંપની સ્વેચ્છાએ બંધ થઇ હતી. કૉપૉર્રેટ બાબતોને લગતા મંત્રાલયના છેલ્લા અહેવાલ મુજબ આ સમયગાળા દરમિયાન કંપની ધારા, ૨૦૧૩ની કલમ ૨૪૮(૨) હેઠળ ૧૦,૧૧૩ કંપની બંધ થઇ હતી.

કૉપૉર્રેટ બાબતોને લગતા ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન અનુરાગિંસહ ઠાકુરે આઠમી માર્ચે લોકસભામાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે અમારું મંત્રાલય વ્યાપાર-ધંધા બંધ કરનારી કંપનીઓના કોઇ રેકૉર્ડ નથી રાખતું.

કૉપૉર્રેટ બાબતોને લગતા મંત્રાલયના અહેવાલ મુજબ આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં ૨,૩૯૪ કંપની, ઉત્તર પ્રદેશમાં ૧,૯૩૬ કંપની, તમિળનાડુમાં ૧,૩૨૨ અને મહારાષ્ટ્રમાં ૧,૨૭૯ કંપની બંધ થઇ હતી. આ ઉપરાંત, ગુજરાતમાં ૧૭, ગોવામાં ૩૬ અને છત્તીસગઢમાં ૪૭ કંપની બંધ થઇ હતી.

Previous articleકોંગ્રેસને મોટો ઝટકો: દિગ્ગજ નેતા પીસી ચાકોએ રાજીનામું આપતા ખળભળાટ
Next articleજમ્મુ-કાશ્મીરમાં સેનાને મોટી સફળતા: અલ-બદરનો પ્રમુખ આતંકી ગની ખ્વાજા ઠાર