Subscribe Saurashtra Kranti here.
દેશમાં એક્ટિવ કેસોની કુલ સંખ્યા વધીને ૨,૧૯,૨૬૨
દેશમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો સતત વધી રહૃાો છે. આજે દેશમા એક દિવસમાં રેકોર્ડ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે દેશમા એક દિવસમાં રેકોર્ડ કેસ નોંધાયા છે. દેશમા ગત ૨૪ કલાકમાં ૨૬,૨૯૧ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આ મહામારીના કારણે ૧૧૮ લોકોના મોત થયા છે. ગઈકારે ૨૫,૩૨૦ પોઝિટિવ કેસ નોંધાયા હતા. દેશમા અત્યાર સુધીમાં ૨ કરોડ ૯૯ લાખથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી ચુકી છે.
આરોગ્ય મંત્રાલયના આંકડાઓ પ્રમાણે, આજે દેશમા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧,૧૩,૮૫,૩૩૯ પહોંચી ગઈ છે, તેમાંથી ૧,૫૮,૭૨૫ લોકોના મોત થયાં છે. દેશમા એક્ટિવ કેસોની કુલ સંખ્યા વધીને ૨,૧૯,૨૬૨ થઈ છે જ્યારે કુલ સ્વસ્થ થાનારા દર્દીઓનો આંકડો ૧,૧૦,૦૭,૩૫૨ થયો છે. ગઈકાલે ૧૭,૪૫૫ દર્દીઓ સ્વસ્થ થયાં, દેશમા અત્યાર સુધીમાં કુલ ૨,૯૯,૦૮,૦૩૮ લોકો વેક્સિન લઈ ચુક્યાં છે.
અઈસીએમઆરના જણાવ્યું અનુસાર, દેશમા કાલ સુધીમાં કોરોના માટે કુલ ૨૨,૭૪,૦૭,૪૧૩ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યાં છે. જેમાંથી ૦૭,૦૩,૭૭૨ સેમ્પલ ગઈકાલે ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
Read About Weather here
દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધારે કોરોના પ્રભાવિત રાજ્ય બન્યું છે પરંતુ તેની સાથે-સાથે હવે મધ્યપ્રદેશમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહૃાો છે. એ સિવાય દેશમાં ગુજરાત, પંજાબ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાનમાં પણ કેસો વધી રહૃાાં છે. તેને જોતા કેન્દ્ર સરકારે એ રાજ્યોમાં પણ સતર્કતા રાખવા જણાવ્યું છે જ્યાં સ્થિતિ કંટ્રોલમાં છે. નીતી આયોગના સભ્ય વીકે પોલે પણ આ અઠવાડિયે કહૃાું હતું કે મહારાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક છે કારણ કે ત્યાં અનેક શહેરોમાં સખ્ત લોકડાઉન લાગૂ કરવું પડી રહૃાું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here