દેશમાં કોઈ ભૂખથી મરે નહીં એ સરકારની જવાબદારી: સુપ્રીમ

દેશમાં કોઈ ભૂખથી મરે નહીં એ સરકારની જવાબદારી: સુપ્રીમ
દેશમાં કોઈ ભૂખથી મરે નહીં એ સરકારની જવાબદારી: સુપ્રીમ

ગરીબ રાહત રસોડાની દેશવ્યાપી નીતિ બનાવવા અદાલતની ટકોર: કોમ્યુનીટી કિચન અંગે 3 સપ્તાહમાં એફિડેવિટ કરવા સુપ્રીમનું આખરીનામું
ભૂખમરાથી કોઈ મૃત્યુ ન થાય એ માટે સર્વોવ્યાપી નીતિ ઘડવી જરૂરી: સુપ્રીમે સ્પષ્ટ દર્શાવ્યું કેન્દ્ર અને રાજ્યો માટે આ છેલ્લી તક છે

દેશમાં ભૂખમરાથી કોઈનું મૃત્યુ ન થાય એ સુનિશ્ર્ચિત કરવાની સરકારની બંધારણીય જવાબદારી છે. એવો સ્પષ્ટ મત સુપ્રીમ કોર્ટે વ્યકત કર્યો છે. દેશમાં વિવિધ રાજ્ય સરકારોનાં મંતવ્ય ધ્યાનમાં લઇ એક સરખી દેશવ્યાપી ગરીબ રાહત રસોડા નીતિ ઘડી કાઢવા સુપ્રીમ કોર્ટે ટકોર કરી હતી

Visit Saurashtra Kranti Homepage here

અને 3 સપ્તાહમાં સુપ્રીમ સમક્ષ જવાબ રજુ કરવા કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો. સુપ્રીમે એવી તીખી ટકોર કરી હતી કે કોમ્યુનીટી કિચન અંગે એક રાષ્ટ્રીય નીતિ ઘડવાની સરકાર માટે આ છેલ્લી તક છે.

અગાઉ આ મુદ્દા પર કેન્દ્રનાં અન્ન જાહેર વિતરણ અને ગ્રાહક બાબતોનાં ઉપસચિવ દ્વારા રજૂ કરાયેલી એફિડેવિટ અંગે મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી.રમણાએ નારાજગી વ્યક્ત કરી હતી અને પ્રિન્સીપાલ સેક્રેટરીને સોગંધનામું રજૂ કરવા આદેશ આપ્યો હતો.

ઉપસચિવે રજુ કરેલા સોગંધનામાંની વિગતો અંગે અસંતોષ દર્શાવી સુપ્રીમની બેન્ચે ઠરાવ્યું હતું કે આ બધી માહિતી તો રાજ્યો પહેલાથી આપી ચૂક્યા છે. પરંતુ અદાલતે ગત 27 ઓક્ટોબરે જ આદેશ આપ્યો હતો કે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય નીતિ તૈયાર કરવી જોઈએ.

દેશમાં ભૂખમરાથી થતા મૃત્યુ અટકવા જોઈએ એ મુદ્દા પર થયેલી અરજી પર મુખ્ય ન્યાયમૂર્તિ રમણા, જસ્ટીસ બોપન્ના અને જસ્ટીસ હિમા કોહલીની બેન્ચ સુનવણી કરી રહી છે.

સુપ્રીમના આદેશ અંગે અધિક સોલીસીટર જનરલ માધવી દીવાને બેન્ચ સમક્ષ માહિતી આપી હતી કે, કેન્દ્ર સરકારે કોમ્યુનીટી કિચન યોજના અંગે રાજ્યો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી.

એ બેઠકમાં જે કઈ વિગતો મળી હતી એ બધી સુપ્રીમ સમક્ષ રજુ કરવામાં આવી છે. તેની સામે મુખ્ય ન્યાયમૂર્તિએ ટકોર કરી હતી કે તમે માત્ર માહિતી આપી રહ્યા છો. જમા થતા ફંડની વિગતો આપી રહ્યા છો પણ કેન્દ્ર રાષ્ટ્રીય સર્વોવ્યાપી નીતિ તૈયાર કરી રહી છે

કે કેમ તેનો કોઈ સંકેત તમે આપ્યો નથી. પોલીસની જેમ માહિતી ભેગી કરો નહીં બલ્કે રાજ્યો સાથે મળીને નીતિનો માળખો ઘડી કાઢો એ જરૂરી છે. નાયબ સચિવ દ્વારા એફિડેવિટ થાય એ અંગે પણ મુખ્ય ન્યાયમૂર્તિએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને તીખી ટકોર કરી હતી

કે હું ભારત સરકારને આ છેલ્લી તક આપું છું. કોઈ જવાબદાર અધિકારી એફિડેવિટ રજુ કરતો નથી. આવું કેટલી વખત કહેવું, ન્યાય સંસ્થાને માન આપો. અમે જે કહીએ છે એનાથી વિપરીત તમે લખો છો આવું હવે નહીં ચાલે.

Read About Weather here

આ તકે એટરની જનરલ કે.કે વેણુગોપાલને વર્ચ્યુઅલની સુનવણીમાં આવું પડ્યું હતું. તેમણે સુપ્રીમને ખાતરી આપી હતી કે કેન્દ્ર નક્કર યોજના તૈયાર કરી લેશે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષાનાં કાયદાનાં માળખામાં રહીને નીતિ તૈયાર કરી લેવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here