દેશમાં એસ્ટ્રાજેનેકાની કોવીશીલ્ડને આગામી સપ્તાહે મંજૂરી મળે તેવી શકયતા

68

કોરોના વેક્સિનનો સમય આવી ગયો..!

કોરોના વેક્સીન અંગે ઝડપથી સારા સમાચાર મળે તેવી શકયતા છે. ઓક્સફોર્ડ-અસ્ટ્રાજેનેકાની વેક્સિન કોવીશલ્ડના ભારતમાં ઈમરજન્સી યુઝ માટે આગામી સપ્તાહે મંજૂરી મળી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરકારે સીરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા પાસેથી કેટલાક બીજા ડેટા માંગ્યા હતા, જે કંપનીએ આપી દીધા છે. ભારતમાં ઓક્સફોર્ડ-અસ્ટ્રાજેનેકાની વેક્સિનનું મેન્યુફેકચિંરગ એસઆઇઆઇ કરી રહી છે.

જો સરકાર ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાની વેક્સીન કોવીશિલ્ડને મંજુરી આપશે તો ભારત આ વેક્સીનનો ઉપયોગ કરનારો પહેલો દૃેશ બની જશે. આ સાથે જ કોવીશિલ્ડ ભારતની આ પહેલી વેક્સીન હશે, કારણ કે દૃુનિયામાં હજી સુધી કોઈ આ વેક્સીનને ઉપયોગમા લેવાની મંજુરી આપી નથી.


પુણે ખાતે આવેલા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ બ્રિટિશ-સ્વીડિશ ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા સાથે મળીને ઓક્સફોર્ડ યૂનિઅર્સિટી દ્વારા વિકસીત વેક્સીન બનાવ્વવા માટે સમજુતી કરી છે. ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાનો દાવો છે કે, તેની કોરોનાની રસી પરિક્ષણના છેલ્લા તબક્કામાં ૯૦ ટકા અસરકારક રહી છે.

બ્રિટિશ કંપની એસ્ટ્રાજેનેકાની વેક્સિનને મંજૂરી આપનાર ભારત પ્રથમ દૃેશ બની શકે છે. બ્રિટનમાં હાલ તેના ટ્રાયલના ડેટાની તપાસ ચાલી રહી છે. વેક્સિન બનાવવામાં ભારત વિશ્ર્વનો સૌથી મોટો દૃેશ છે. સરકાર ઈચ્છે છે કે જાન્યુઆરીથી દેશના લોકોને વેક્સિન લગાવવાનું શરૂ થાય. તેના માટે ફાઈઝર અને ભારત બાયોટેકની વેક્સિનના ઈમરજન્સી યુઝને મંજૂરી પણ ઝડપથી મળી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૪ ડિસેમ્બરે કોરોના પર ઓલ પાર્ટી મીિંટગ બોલાવી હતી. બેઠક બાદૃ તેમણે કહૃાું હતું કે, આવનાર ગણતરીના સપ્તાહમાં જ કોરોનાની વેક્સિન તૈયાર થઈ જશે. આ રસી સૌથી પહેલા વૃદ્ધો અને હેલ્થ વર્કર્સને આપવામાં આવશે.