પંજાબમાંથી પસાર થતી તમામ ટ્રેનો રદ, દિલ્હીમાં પાંચ મેટ્રો સ્ટેશન બંધ
ખેડૂતોના પ્રદર્શનમાં રાજકીય પક્ષ પણ શામેલ, પટનામાં ટ્રેક પર બેસેલા લોકોની પોલીસે અટકાયત કરી
કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા કિસાન આંદોલનના આજે 85માં દિવસે દેશભરમાં કિસાનોએ ચાર કલાક માટે ‘રેલ રોકો’ આંદલોન કર્યુ હતું. જેના કારણે દિલ્હી, પંજાબ, હરિયાણા અને બંગાળમાં ટ્રેન સેવાઓને અસર થઇ હતી. દેશભરમાં ખુબ જ સંગીન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અનેક સ્થળે સેંકડો કિસાનોએ હલ્લાબોલ કરી રેલવેના પાટાઓ ઉપર અડીંગો જમાવ્યો હતો. રેલવે સુરક્ષા દળની વધુ 20 કંપનીઓ સુરક્ષા માટે ઉતારી દેવામાં આવી હતી.
દિલ્હીમાં પાંચ મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા હતા. જયારે પંજાબમાંથી પસાર થતી તમામ ટ્રેનો આજના દિવસ માટે રદ કરવામાં આવી હતી. દિલ્હી, પંજાબ, હરિયાણા, યુપી અને બંગાળમાં પોલીસ અને સુરક્ષા દળોના ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી ચાર કલાક માટે કિસાન આંદોલનને કારણે દેશભરમાં ટ્રેન વ્યવહારને ભારે અસર થઇ હતી. કિસાન સંગઠનોના બનેલા સંયુકત કિસાન મોરચાએ આંદોલન કર્યુ હતું. નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાનો નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો છે. દિલ્હી બોર્ડર પર આંદોલન હજુ ચાલુ જ છે.
દરમ્યાન દિલ્હી, પંજાબ, હરિયાણા, બંગાળ, રાજસ્થાન સહિતના અનેક રાજયોમાં ખેડૂતોએ રેલવેના પાટા પર બેસીને ઉગ્ર દેખાવો કર્યા હતા. કોઇ અચ્છનીય ઘટના બની ન હોતી.
ખેડૂત એ વાત માટે અડગ છે કે સરકાર ત્રણ કાયદાને પાછા લે. ભારતીય ખેડૂત યુનિયન(હરિયાણા)ના અધ્યક્ષ ગુરનામ સિંહ ચંઢુનીએ એકવાર ફરી કહ્યું હતું કે તેમનું સંગઠન ખેડૂતોનાં હિતો માટે લડી રહ્યું છે. અને નવા કૃષિ કાયદાની વાપસી સુધી તે તેમના ઘરે પાછા નહીં જાય. દેશભરમાં પંચાયત અને મહાપંચાયત જેવા કાર્યક્રમો દ્વારા લોકોને જણાવાશે કે કેન્દ્ર સરકાર સામાન્ય લોકોને નહીં, પણ કોર્પોરેટ્સની છે. તો બુધવારે ખેડૂતોએ દિલ્હીની સિંધુ, ટીકરી અને ગાજીપુર બોર્ડર પર દેખાવો કર્યા હતા. આ દરમિયાન સિંધુ બોર્ડર પર દેખાવમાં સામેલ એક વ્યક્તિએ મંગળવારે પોલીસ અધિકારી પર તલવારથી હુમલો કર્યો હતો. એ પછી તે પોલીસ અધિકારીની ગાડી લઈને ભાગી ગયો હતો. ઘાયલને જઇંઘ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બુધવારે જણાવ્યું હતું કે આરોપીનું નામ હરપ્રીત સિંહ છે. તેણે રાતે લગભગ 8 વાગ્યે સિંધુ બોર્ડર પર આ કૃત્ય કર્યું છે. પોલીસ જવાનોએ ઙઈછ વેનથી તેનો પીછો કર્યો. હરપ્રીતે મુકરબા ચોકની પાસે ફૂટપાથ પર ગાડી ચઢાવી દીધી. એ પછી તે એક વ્યક્તિ પાસેથી બાઈક છીનવીને ફરાર થઈ ગયો. પોલીસે લગભગ 8.30 વાગ્યે તેને પકડી લીધો. સૂત્રોનું કહેવું છે કે આરોપીની માનસિકતા સારી નથી. જોકે દિલ્હી પોલીસે આ દાવાની પુષ્ટિ કરી નથી. એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી પર કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે.