એક સરકારી કર્મચારી દ્વારા બળાત્કાર કેસમાં ધરપકડ સામે સંરક્ષણ માંગવાની અપીલ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે જે શરત મુકી તેથી ચર્ચા શરૂ થઇ ગઇ છે, સર્વોચ્ચ અદૃાલતે આરોપીને કહૃાયું કે તે પિડિતા સાથે લગ્ન કરવા તૈયાર થશે, તો જ તેને જામીન મળશે નહીં તો તેને જેલમાં જ રહેવું પડશે.
સુપ્રીમ કોર્ટમાં મોહિત સુભાષ ચવ્હાણની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી હતી, મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિક પ્રોડક્શન કંપનીમાં ટેકનિશિયન મોહિત પર શાળાની વિદ્યાર્થીની પર બળાત્કારનો આરોપ છે, અને તેની પર બાળ યૌન શોષણ ગુના સંરક્ષણ કાયદો ની ગંભીર કલમો હેઠળ કેસ નોંધાયો છે.
મુખ્ય ન્યાયાધિશ એસ એ બોબડેએ અરજી કર્તાનાં વકીલને કહૃાું, જો તે લગ્ન કરવા માંગે છે તો અમે મદદ કરી શકીએ છિએ, નહીં તો નોકરી પણ જશે અને જેલમાં પણ જવું પડશે, તેણે છોકરીને ફોસલાવી અને તેની સાથે બળાત્કાર કર્યો, આરોપીનાં વકીલે દલીલ કરી કે તેનાં ક્લાયન્ટની નોકરી જઇ શકે છે.
જ્યારે છોકરી પોલીસમાં ફરિયાદૃ નોંધાવા ગઇ તો આરોપીની માતાએ લગ્નનો પ્રસ્તાવ રાખ્યો હતો, જો કે પિડિતાએ તેને ઠુકરાવી દીધો હતો, પછી એવી સહેમતી સધાઇ કે યુવતી ૧૮ વર્ષની થઇ જાય તો લગ્ન થશે, જ્યારે પિડિતા ૧૮ વર્ષની થઇ ગઇ તો આરોપીએ લગ્ન કરવાનો ઇક્ધાર કરી દીધો. ત્યાર બાદૃ પિડિતાએ બળાત્કરની ફરીયાદૃ નોંધાવી.
મુખ્ય ન્યાયાધીશે વધુ એક તક આપતા આરોપીને પુછ્યું, ’’શું તું લગ્ન કરીશ?’’ આરોપીનાં વકીલે કહૃાું અમે વાતચીત કરીને જણાવીશું, તેમણે તેમ પણ કહૃાું કે તેણે છોકરીને ફોસલાવતા પહેલા વિચારવું જોઇએ કે તે એક સરકારી નોકર છે.
ચીફ જસ્ટીસે કહૃાું અમે લગ્ન માટે તારા પર દૃબાણ નથી લાવતા, અમને જણાવ કે તું આ ઇચ્છે છે કે નહીં, નહીં તો તું કહીંશ કે અમે લગ્ન કરવા માટે દબાણ કરી રહૃાા છિએ.