દીવના દરિયામાં ડોલ્ફીનની ડાઈવ, ડોલ્ફીનના ઝુંડે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું

46

કેન્દ્ર શાસિત પ્રદેશ અને પ્રવાસન સ્થળ દિવમાં આવેલો ઘોઘલા બીચ, જલંધર બીચ, કિલ્લો, પાણીકોઠા અને મ્યુઝિયમ સહિતના સ્થળો ટૂરિસ્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યા જ છે. પરંતુ હાલ પ્રવાસીઓ દરિયામાં ડોલ્ફીન આકર્ષી રહી છે. દીવના દરિયામાં અત્યારે ડોલ્ફીનનું ઝુંડ જોવા મળી રહૃાું છે. જેને જોવા માટે પ્રવાસીઓ વહેલી સવારથી જ જોવા આવી રહૃાાં છે. દૃીવના ઘોઘલા બીચથી કિલ્લો અને નાગવા બીચ નજીકના દરિયામાં ડોલ્ફીનનું ઝુંડ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જો કે ડોલ્ફીનને જોવા માટે વહેલી સવારે જવું પડે છે.

ખાસ તો છેલ્લા ઘણા વર્ષોથી શિયાળામાં આ ડોલ્ફીન દીવના દરિયામાં મહેમાન બને છે અને એટલે કડકડતી ઠંડીના ઠંડા વાતાવરણમાં આ ડોલ્ફીન દીવના બીચ કિનારા નજીક પહોંચી જાય છે. જો કે કિનારા વગર દરિયામાં પણ જઈને જોઈ શકાય છે. તેના માટે સવારે ૬થી ૧૦ સુધી વધારે પ્રમાણમાં ડોલ્ફીન જોવા મળે છે. કારણ કે આ સમયે સમુદ્ર શાંત હોવાને લઇ ડોલ્ફીન બીચ નજીકના વિસ્તારમાં જોવા મળી રહી છે.

સહેલાણીઓ માટે ઘોઘલા બીચથી સ્પેશિયલ ડોલ્ફીન જોવા માટે બોટ પણ ચલાવાય રહી છે. દીવના દરિયામાં ૩૦થી ૬૦ જેટલી ડોલ્ફીન જોવા મળી રહી છે. જો કે ડોલ્ફીન શિયાળામાં જ વધુ પ્રમાણમાં જોવા મળતી હોવાના કારણે શિયાળાના ચાર મહિના પ્રવાસીઓ બોટ મારફતે દીવના દરિયામાં ડોલ્ફીન જોવા જતા હોય છે. પ્રવાસીઓ આશા રાખી રહૃાાં છે કે દીવનો શાંત અને રમણીય બીચ પર આવનારા સમયમાં વધારે ડોલ્ફીનના ઝુંડ દીવના મહેમાન બનશે. મહત્વનું છે કે છેલ્લા ૩-૪ વર્ષથી દીવના સમુદ્રમાં ડોલ્ફીન જોવા મળી રહી છે.