દિવસના અંતે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ -૭૪૬ પોઇન્ટ પટકાયો

80

સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા કડાકો જોવા મળ્યો છે. તેથી શેરબજારમાં નિરાશા છવાઇ ગઇ છે. જેમાં સેન્સેક્સ -૭૪૬.૨૨ પોઇન્ટ એટલે ૧.૫૦% ટકાના કડાકા સાથે ૪૮,૮૭૮.૫૪ પર બંધ થયો છે. તેમજ નિટી -૨૧૮.૪૫ પોઇન્ટ એટલે ૧.૫૦% ટકાના ઘટાડા સાથે ૧૪,૩૭૧.૯૦ પર બંધ રહી છે.

દિૃગ્ગજ શેરની વાત કરીએ તો આજે બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, આઇશર મોટર્સ, હિન્દુસ્તાન યુનિલિવર અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેર લીલા નિશાન પર બંધ થયા છે. તેમજ એક્સિસ બેંક, એશિયન પેઇન્ટ્સ, હિન્દાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ અને આઈસીઆઈસીઆઈ બેંક લાલ નિશાન પર બંધ થયા છે.

સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો, આજે ઓટો અને આઇટી ઉપરાંત તમામ સેક્ટર આજે લાલ નિશાન પર બંધ થયા છે. તેમજે એફએમસીજી, પીએસયુ બેંક, ફાર્મા, બેંક, મીડિયા, પ્રાઈવેટ બેંક, મેટલ, રિયલ્ટી અને ફાઇનાન્સ સેવાઓનો સમાવેશ થાય છે.

શુક્રવારે એશિયાઈ બજારોમાં ઘટાડો જોવા મળી રહૃાો છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ ૦.૫૦ ટકા, હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ ૧.૨૮ ટકા અને ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ ૦.૮૩ ટકા ઘટી કારોબાર કરી રહૃાો છે, જ્યારે કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ ૦.૩૮ ટકા વધારા સાથે કારોબાર કરી રહૃાો છે. ગઈકાલે યુરોપનાં શેરબજારોમાં પણ ઘટાડો નોંધાયો હતો. તેમાં બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીના શેર માર્કેટ સામેલ છે. જોકે રાહત પેકેજની આશાથી અમેરિકાનાં શેરબજારોમાં નેસ્ડેક અને એસએન્ડપી ૫૦૦ ઈન્ડેક્સ રેકોર્ડ હાઈ પર બંધ થયા હતા.

બજારમાં મુડીરોકાણના પ્રમાણે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) આજે ત્રિમાસિક પરિણામ રજૂ કરશે. ૨૧૧૧ ના સ્તરે ખુલ્યા બાદ આજે રિલાયન્સનો શેર ૫૧.૪૫ પોઇન્ટ (૨.૪૫ ટકા) ના કડાકા સાથે ૨૦૪૭.૯૫ સ્તર પર બંધ થયો છે. હાલના સમયે કંપનીનું બજારોમાં મૂડી રોકાણ ૧૩.૪૭ લાખ કરોડ રૂપિયા છે.