કાશ્મીરના ડીજીપીનો ધડાકો, બિહારથી હથીયારો ખરીદે છે આતંકીઓ
આગામી દિવસોમાં નવી દિલ્હીમાં મોટો આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર પાકિસ્તાની સ્થીત ત્રાસવાદી સંગઠન ઘડી રહયું હોવાનો ધડાકો થયો છે. કાશ્મીરમાં અડ્ડો ધરાવતા પાકિસ્તાની સ્થિત જૈશ ત્રાસવાદી જુથ દ્વારા દિલ્હીમાં કોઇ મોટો હુમલો કરવાનું કાવતરૂ ઘડાઇ રહયું હોવાનું ખુલાશો ખુદ જમ્મુ અને કાશ્મીરના ડીજીપી દિલબાગસિંધે કર્યો છે.
તેમણે આ માહિતી જાહેર કરતા જણાવ્યું હતું કે, દિલ્હીમાં પકડાય ગયેલા ત્રાસવાદી જુથના આતંકીની કબુલાત પરથી કાવતરાનો પર્દાફાસ થયો છે. દિલ્હીમાં મહત્વના સરકારી મથકો અને અન્ય ઇમારતોની આસપાસ સુરક્ષા પ્રબંધ વધુ સંગીન બનાવવામાં આવી રહયો છે અને દિલ્હી પોલીસને પણ સતર્ક કરવામાં આવી છે. જે કાંઇ વિગતો મળી છે તેના આધારે તપાસનો ધમધમાટ કરવામાં આવી રહયો છે.