દિલ્હીમાં દારૂ-બંધી અંગે સરકારનો નવો નિયમ!!!

24
kejriwal-DELHI-DARU-BANDHI-દિલ્હી
kejriwal-DELHI-DARU-BANDHI-દિલ્હી

Subscribe Saurashtra Kranti here

કેજરીવાલ સરકારની જાહેરાત

દિલ્હીમાં હવે ૨૧ વર્ષની ઉંમરે દારૂનું સેવન કરી શકશે

દિલ્હીમાં દારૂના સેવન માટે લઘુત્તમ ઉંમર ઘટાડીને ૨૧ કરી દેવામાં આશે. આ સાથે જ હવે દિલ્હીમાં દારૂની નવી દૃુકાનો ખોલવાની પરવાનગી નહીં મળે. મંત્રીમંડળે નવી આબકારી નીતિને મંજૂરી આપી દીધી છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, સરકાર રાષ્ટ્રીય રાજધાનીમાં દારૂની કોઈ પણ દૃુકાન સંચાલિત નહીં કરે. પ્રેસ કૉન્ફરન્સમાં સિસોદિયાએ જણાવ્યું કે, સીએમ અરિંવદ કેજરીવાલે દિલ્હીમાં દારૂ માફિયા પર ગાળિયો કસવા માટે નિર્ણય લીધો છે.

સરકારે એક્સાઇઝ પોલિસીમાં ફેરફાર કર્યા, દારુની દૃુકાનો સરકાર નહીં ચલાવે, પહેલાં દારુ પીવાની ઉંમર ૨૫ વર્ષની હતી

જનતા પાસેથી સૂચનો પણ માંગવામાં આવ્યા હતા

તેમણે કહૃાું કે, દિલ્હીની લિકર પૉલિસીમાં બદલાવ કરીને એ તમામ ફેક્ટર્સને હટાવવામાં આવી રહૃાા છે જેની મદદથી દારૂ માફિયાઓ પોતાનો વેપાર ચલાવે છે. કેટલાક મહિના પહેલા દિલ્હી એક્સાઇડ ડિપાર્ટમેન્ટની એક કમેટી બનાવવામાં આવી હતી, જેને લઇને સિસ્ટમને ક્લીન કરી શકાય. એ રિપોર્ટ પર જનતા પાસેથી સૂચનો પણ માંગવામાં આવ્યા હતા. ૧૪ હજારથી વધારે કૉમેન્ટ જનતા તરફથી આવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ મંત્રીઓની સમિતિ બનાવી.

GOMની ભલામણ કેબિનેટની સામે રાખવામાં આવી જેને સ્વીકાર કરી લેવામાં આવી છે. ડેપ્યુટી સીએમે જણાવ્યું કે, ૮૫૦ દારૂની દૃુકાનો છે, આમાંથી ૫૦ ટકા દૃુકાનો ૪૫ વૉર્ડમાં જ છે. આ જ રીતે દારૂનું સમાન વિતરણ નહોતુ થઈ રહૃાું. કેટલાક વિસ્તારોમાં વધારે સપ્લાય છે અને કેટલાક વિસ્તારોમાં છે જ નહીં. દીલ્હીમાં અત્યારે કુલ ૮૫૦ દારૂની દૃુકાનો છે. આમાંથી ૬૦ ટકા સરકારી અને ૪૦ ટકા પ્રાઇવેટ છે. દીલ્હીના ડેપ્યુટી સીએમે જાહેર કર્યું છે કે દીલ્હીમાં કોઈ પણ નવી દારૂની દૃુકાનો નહીં ખુલે.

Read About Weather here

આ સાથે સરકારી દારૂની દૃુકાનો પણ બંધ કરી દેવામાં આવશે. વર્તમાન સરકારી દારૂની દૃુકાનોની નીલામી કરવામાં આવશે અને આને ખાનગી હાથોમાં આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દીલ્હીમાં દારૂ પીવાની ઉંમર પહેલા ૨૫ વર્ષ હતી. આ ઉપરાંત જે ઉંમર સુધી દારૂના સેવનની અનુમતિ છે તેનાથી ઓછી ઉંમરનાને આવી જગ્યાઓ પર પ્રવેશ કરવાની અનુમતિ નહીં હોય.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here