દક્ષિણ ભારતની શાળાઓમાં હાહાકાર મચાવતો કોરોના

દક્ષિણ ભારતની શાળાઓમાં હાહાકાર મચાવતો કોરોના
દક્ષિણ ભારતની શાળાઓમાં હાહાકાર મચાવતો કોરોના

તેલંગણામાં 46 વિદ્યાર્થીઓ, તમિલનાડુનાં 27 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

કર્ણાટકમાં પણ શાળાઓમાં પ્રસરતી મહામારીથી ભારે ચિંતા

દેશના દક્ષિણ ભારતનાં રાજ્યોમાં શાળાઓમાં કોરોના મહામારી હાહાકાર મચાવી રહ્યો છે. પરિણામે એક પછી એક કેસ બહાર આવી રહ્યા છે. તેલંગણાની શાળાઓમાં વધુ 46 વિદ્યાર્થીઓ અને તમિલનાડુની શાળાઓમાં વધુ 27 વિદ્યાર્થીઓ સંક્રમિત જણાતા આરોગ્યની ટીમો દોડી ગઈ છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

બીજા વિદ્યાર્થીઓનું ત્વરીત ટેસ્ટીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. કર્ણાટકની શાળાઓમાં પણ કોરોના પ્રસરી રહ્યો છે. ખાનગી અને સરકારી શાળાઓમાં સાગમટે કોરોનાનાં કેસો બહાર આવી રહ્યા છે.

તેલંગણાનાં સાંગારેડી જિલ્લામાં આવેલી પછાત વિદ્યાર્થીઓ માટેની મહાત્મા જ્યોતિરાવ ફુલે શાળાનાં 27 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. આ રેસીડેન્ટ શાળાની હોસ્ટેલમાં 960 વિદ્યાર્થીઓ રહે છે. સૌ પ્રથમ એક વિદ્યાર્થીની કોવિડ પોઝીટીવ જણાય હતી, તે પછી 300 વિદ્યાર્થીઓનું ટેસ્ટીંગ કરવામાં આવતા બીજા 27 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત દેખાયા હતા.

Read About Weather here

તમિલનાડુનાં તીરૂપુર દક્ષિણ જિલ્લામાં આવેલી એક ખાનગી શાળાનાં ધો-10 નાં 27 વિદ્યાર્થીઓને કોરોના દેખાતા તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ શાળાને એક સપ્તાહ માટે બંધ કરી દેવામાં આવી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here