થાઇલેન્ડની સરકારે બૅંગકોકમાં ચાલી રહેલાં વિરોધપ્રદર્શનને કારણે કટોકટીનું ફરમાન જાહેર કર્યું છે. જેમાં લોકોને વધારે સંખ્યામાં ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવતા લોકશાહી માટેના આંદોલનકારીઓ વડા પ્રધાનનું રાજીનામું માગે છે અને રાજાની સત્તા પર અંકુશ મુકવા માગે છે. ગુરુવારે ૪ વાગે સરકારે કટોકટીની જાહેરાત કરી હતી.
જાહેરાતમાં પોલીસે કહૃાું કે “શાંતિ અને વ્યવસ્થાની જાળવણી” કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત છે. આ પહેલાં ગુરુવારે જાણવા મળ્યું હતું કે પોલીસે ત્રણ મુખ્ય પ્રદર્શનકારી નેતાઓની ધરપકડ કરી હતી.
માનવઅધિકારના વકીલ એનોન નામ્પા, વિદ્યાર્થી કર્મશીલ પૅરિટ ચિવારરાક ઉર્ફે “પેંગ્વિન” અને પનુસાયા સિથિજિરાવટ્ટાનાકુલની ધરપકડ કરાઈ હતી. પોલીસે હાલ સુધી ધરપકડની અધિકૃત રીતે જાણ કરી નથી.
૩૬ વર્ષીય એનોને સૌથી પહેલાં રાજાશાહીની સામે સૌથી પહેલાં ઑગસ્ટમાં અવાજ ઉઠાવ્યો હતો. એ મહિનાના અંત સુધીમાં પાનુસાયાએ રાજપરિવારમાં સુધારા માટે દૃસ મુદ્દાનો કાર્યક્રમ જાહેર કર્યો જે પછી તેઓ વિરોધના મુખ્ય વ્યક્તિ બની ગયા હતા.
આ અગાઉ પણ આ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. હાલ સુધી ૨૧ વર્ષીય પાનુસાયાની ધરપકડ કરાઈ નથી.