ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી પોઝિટિવ આવી શકે છે ભારતીય અર્થવ્યવસ્થા: આરબીઆઇ રિપોર્ટ

63

રિઝર્વ બેંક ઓફ ઇંડિયાએ ફરી એક વખત જણાવ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં તેજીમાં સુધારાના સંકેત જોવા મળી રહૃાાં છે. આરબીઆઇના એક રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે ત્રીજા ત્રિમાસીકમાં જીડીપી પોઝિટિવમાં આવી શકે છે.

આરબીઆઇના સમાચારમાં ’અર્થવ્યવસ્થાની સ્થિતિ’ના ટાઇટલ હેઠળ એક રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર-ડિસેમ્બર ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ રેટ સકારાત્મક રહેવાનું અનુમાન છે. કારણ કે ભારતીય અર્થવ્યવસ્થા કોવિડ-૧૯ની સામે ઝડપથી બહાર આવી રહી છે.

કોરોના સંકટના કારણે હાલના નાણાંકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં જીડીપીમાં ૨૩.૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે બીજા ત્રમાસિકમાં જીડીપી ગ્રોથ -૭.૫ ટકા નોંધાયો હતો. પરંતુ હવે આરબીઆઇનું અનુમાન છે કે ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી પોઝિટિવ જોવા મળી શકે છે.

કેટલાક રિપોર્ટને ધ્યાનમાં લઇને આરબીઆઇનું કહેવું છે કે ત્રીજા ત્રિમાસિકમાં આ જીડીપીની વાસ્તિવક ગ્રોથ પોઝિટિવના ક્ષેત્રમાં આવી જતા ૦.૧ ટકા રહી શકે છે. આ સિવાય આરબીઆઇના આ રિપોર્ટમાં અનુમાન લગવામાં આવ્યું છે ચાલુ નાણાંકીય વર્ષમાં દેશના જીડીપીમાં ૯.૫ ટકાનો ઘટાડો નોંધી શકાશે.

આરબીઆઇનું માનીએ તો ભારતીય અર્થવ્યવસ્થામાં જે પ્રકારે તેજીથી ઘટાડો જોવા મળ્યો તેનાથી પણ ઝડપથી રિકવરી જોવા મળી રહી છે. ઇકોનોમીમાં તેજ રિકવરી પાછળ બે કારણ કામ કરી રહૃાું છે. એક તો કોરોનાના કેસ સતત ઘટી રહૃાાં છે જ્યારે બીજું સરકારે ઇકોનોમીમાં સુધાર માટે ઘણા મહત્વના પગલા લીધા છે. કોરોના સંકટ દૃરમિયાન કેટલાક આર્થિક પેકેજ જાહેર કર્યાં છે.

રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે કોરોના વાયરસના કેસમાં ઘટાડાના કારણે રોકાણ અને ખપતની માગને સમર્થન મળી રહૃાું છે. જ્યારે આર્થિક ગતિવિધિઓમાં તેજી જોવા મળી છે. જેમ કે પીએમઆઇ, વીજળી ખપત, નૂર, ય્જી્ના આંકડા બતાવે છે કે બીજા છ માસમાં જે તેજી આવી છે તે હજી આગળ પણ રહેવાની આશા છે.

Previous articleદેશમાં કોરોનાથી કુલ રિકવરી આંક ૯૭ લાખને પાર, નવા ૨૩,૦૬૭ કેસ નોંધાયા
Next articleલઘુતમ નેટવર્થની શરતનો ભંગ થતા આરબીઆઇએ મહારાષ્ટ્રની વધુ બે બેન્કોના લાયસન્સ રદ્દ કર્યા