તુર્કીમાં કોરોના હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં આગ લાગતા ૯ લોકોના મોત

40

ભારતમાં અને અન્ય દેશોમાં તો કોરોના હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં આગ લાગવાની ઘટનાઓ બની હતી જેમાં કોરોનાના દર્દીઓનામોત થયા હતા. આવું જ કંઇ તુર્કિસ્તાનમાં પણ થયું હતું જ્યારે કોરોનાની સારવાર માટે દાખલ થયેલા દર્દીઓ મહામારીમાંથી બચી ગયેલા પરંતુ આગમાં ખાક થઇ ગયા.

ઘટના  ઇસ્તંબુલથી ૮૫૦ કિમી દુર દક્ષિણ તુર્કીની ગાઝીઆન્ટેપમાં આવેલી સાંકો યુનિ. હોસ્પિટલમાં બની હતી. હોસ્પિટલે જારી કરેલા નિવેદનમાં માર્યા ગયેલાઓમાં ૫૬થી ૮૫ વર્ષના વડિલો હોવાનું કહેવામાં આવ્યું હતું. નિવેદન અનુસાર આઇસીયુમાં સારવાર લઇ રહેલા ૧૪ દર્દીઓને અન્ય વિભાગમાં ટ્રાન્સફર કરાયા હતા.

ઘટનાની તપાસ શરૂ કરાઇ હતી. આરોગ્ય મંત્રી ફેહરૂદ્દીન કોકાએ ટ્વિટ કરીને કહૃાું હતું કે ફાટી નીકળેલી આગમાં નવ લોકો માર્યા ગયા હતા.  જો કે હોસ્પિટલના સત્તાવાળાઓએ માર્યા ગયેલાઓની સંખ્યા આઠ બતાવી હતી. આંકડાઓ વચ્ચેના તફાવત અંગે કોઇ જ ખુલાસો કરાયો નહતો.

ગવર્નરની ઓફિસો કહૃાું હતું કે સવારે ૪:૪૫ વાગે એક ઓક્સિજન સીલીન્ડરમાં દૃબાણ વધી જતાં ભયંકર વિસ્ફોટ થયો હતો. માર્યા ગયેલાઓ સિવાય અન્ય કોઇન ઇજા થઇ નહતી. હાલમાં કોરોનાવાઇરસની મહામારીમાં તુર્કીમાં આઇસીયુમાં ૭૪ ટકા પથારીઓની ક્ષમતા છે, એમ એક સરકારી નિવેદનમમાં કહેવામાં આવ્યું હતું.

Previous articleઅફઘાન રાજધાની કાબુલમાં કારમાં બોમ્બ બ્લાસ્ટ: નવ લોકોના મોત
Next article૨૬ ડિસેમ્બરે રાજસ્થાનથી દિલ્હીખેડૂતો સાથે કરશે કૂચ