તારક મેહતાના ટાપુ બાદ શું હવે ગોલી પણ તારક મહેતા છોડશે…?

તારક મેહતાના ટાપુ બાદ શું હવે ગોલી પણ તારક મહેતા છોડશે...?
તારક મેહતાના ટાપુ બાદ શું હવે ગોલી પણ તારક મહેતા છોડશે...?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને લોકો ખુબ પસંદ પણ કરી રહ્યા છે થોડા સમય પહેલા કેટલાક સ્ટારે આ શોને અલવિદા કહ્યું હતુ. શોમાં ટપ્પુ તો 2 વખત બદલી ચુક્યો છે પરંતુ હવે ટપ્પુ સેનાના વધુ એક સ્ટારની શો છોડવાની ચર્ચા ચાલી રહી છે.

તારક મેહતાના ટાપુ બાદ શું હવે ગોલી પણ તારક મહેતા છોડશે…? ગોલી

આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે છે ગોલીની, ગોલિનું પાત્ર નિભાવી રહેલા કુશ શાહનો ચાહક વર્ગ ખુબ જ મોટો છે, હાલમાં એક ચાહકે કુશ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ફોટો શેર કરી ચાહકે કહ્યું કે, તે કુશને ન્યુયોર્કમાં મળ્યો હતો. ચાહક એવું પણ કહ્યું કે, કુશે તેને કહ્યું કે, તેમણે આ શો છોડી દીધો છે અને ન્યુયોર્કમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરશે.

તારક મેહતાના ટાપુ બાદ શું હવે ગોલી પણ તારક મહેતા છોડશે…? ગોલી

આ પોસ્ટ વાયરલ થાય બાદ ચાહકો દુખી જોવા મળી રહ્યા છે. કોઈ કોમેન્ટ કરી રહ્યા છે કે તે, ગોલીને બાળપણથી જોઈ રહ્યો છે. આ શોમાં તેમણે આ સ્ટારને મોટો થતાં જોયો છે. જો તે પણ ચાલ્યો જશે તો મજા નહિ આવે, તો કોઈ કહી રહ્યું છે કે, કુશથી શાનદાર ગોલીનું પાત્ર અન્ય કોઈ સ્ટાર નિભાવી શકશે નહિ. પોસ્ટ વિશે વાત કરી તેના ચાહકે પોતાના ફેસબુક અકાઉન્ટ પરથી ફોટો પણ ડિલીટ કરી નાંખ્યો છે.કુશ શાહ આ શોને છોડી રહ્યો છે કે, કેમ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ તેના પરફોર્મન્સને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. ગોલીનું પાત્ર ચાહકોને ખુબ પસંદ આવી રહ્યું છે.

તારક મેહતાના ટાપુ બાદ શું હવે ગોલી પણ તારક મહેતા છોડશે…? ગોલી

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here