Subscribe Saurashtra Kranti here
તાનાશાહ કિમ જોંગ ઉનની ખાસ ટીમ ત્યાં પહોંચી
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનએ પોર્ન ફિલ્મોની વિરૂદ્ધ પોતાની જંગને તેજ કરી દીધી છે. સનકી તાનાશાહ કિમ જોંગ ઉને એક ઉત્તર કોરિયન કિશોરને પોર્ન ફિલ્મ જોવા પર તેના આખા પરિવારનો દેશ નિકાલ કરી દીધો છે. રેડિયો ફ્રી એશિયાએ સૂત્રોના હવાલે દાવો કર્યો કે કિમ જોંગે ગયા વર્ષે પોર્ન ફિલ્મોની વિરૂદ્ધ પોતાનું અભિયાન શરૂ કર્યું હતું. ઉત્તર કોરિયાની સત્તારૂઢ વર્કર્સ પાર્ટી હાઇ સ્કૂલની અંદર છોકરીઓ અને છોકરાઓના પોર્ન જોવાની વિરૂદ્ધ અભિયાન ચલાવી રહી છે.
ઉત્તર કોરિયા પર નજર રાખનારી વેબસાઇટ એનકે ન્યૂઝના મતે કિમ જોંગ ઉને પોર્ન જોનારાઓને એવી સજા આપવાનો આદેશ આપ્યો છે કે જે બીજા માટે સબક હોય. એક સૂત્ર એ કહૃાું કે આ આદેશની અંતર્ગત નોર્થ પ્યોગાન પ્રાંતમાં મોડી રાત્રે પોર્ન વીડિયો જોનાર એક કિશોરને તેના ઘરમાંથી પકડ્યો. આ કિશોર પોતાના માતા-પિતા નહોતા ત્યારે પોર્ન ફિલ્મ જોતો હતો.
Read About Weather here
આ બધાની વચ્ચે કિમ જોંગ ઉનની ખાસ ટીમ ત્યાં પહોંચી ગઇ. આ ટીમનું નિર્માણ લોકોને ‘પથભ્રષ્ટ થવાથી રોકવા માટે કરાયું છે. આ કિશોર અને તેના પેરેન્ટસને જે સજા સંભળાવામાં આવી છે તે અકલ્પનીય છે. હવે આ પરિવારને ઉત્તર કોરિયાના દૃૂરસ્થ વિસ્તારમાં મોકલી દેવાયો છે. સૂત્ર એ કહૃાું કે આવનારા સમયમાં આવા લોકોની વિરૂદ્ધ કાર્યવાહી વધુ તેજ થઇ રહી છે કારણ કે આ કાયદો હજી સંપૂર્ણપણે લાગુ થયો નથી.
Read e-paper here
Subscribe Saurashtra Kranti here
Do Follow Facebook here
Read politics News here
Read About Weather here