તાડી પીઓ, કોરોના નહીં થાય: બસપા ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન

76
SaurashtraKranti logo favicon
SaurashtraKranti logo favicon

ગંગાજળ કરતાં તાડી વધુ શુદ્ધ છે

માયાવતીના બસપા પક્ષના એક નેતા ભીમ રાજભરે બલિયામાં એક સમારંભમાં વિવાદાસ્પદ વિધાન કર્યું હતું. તેમણે કહૃાું કે ગંગાજળ કરતાં તાડી વધુ શુદ્ધ છે. તાડી પીઓ તો કોરોના નહીં થાય. કોરોના વાઇરસથી બચવું હોય તો તમે તાડી પીઓ.

તેમણે કહૃાું કે અમારો રાજભર સમાજ તાડીથી જ પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. તાડનું વૃક્ષ પૃથ્વી પર સૌથી પ્રાચીન વૃક્ષ છે અને એનો રસ સૌથી વધુ પૌષ્ટિક છે. એ શરીરની ઇમ્યુનિટી કુદરતી રીતે વધારે છે. આજે ગંગાજળ કરતાં તાડી વધુ શુદ્ધ છે. માટે કોરોનાથી બચવું હોય તો તાડી પીઓ.

બસપાના બલિયા એકમના અધ્યક્ષ બન્યા બાદ ધારાસભ્ય ઉમાશંકર સિંઘ રાજભરના જાહેર સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો ત્યાં ભીમ રાજભર બોલી રહૃાા હતા. એમના વિધાનના પ્રતિભાવ રૂપે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન અને સમાજવાદી પક્ષના નેતા ઓમપ્રકાશ રાજભરે કહૃાું હતું કે ભીમ રાજભરની વાતો રાજભર સમાજના લોકોને ગૂમરાહ કરે એવી છે. એવી વાતોથી સાવધાન રહેજો.