Subscribe Saurashtra Kranti here.
અભિનેતા-રાજનેતા કમલ હસન રાજ્યમાં ૬ એપ્રિલે યોજાનારા ચૂંટણી માટે એક જનસભાને સંબોધિત કરીને ચેન્નઈમાં એક હોટલ તરફ પોતાની કારથી જઈ રહૃાા હતા
તમિલનાડુમાં મક્કલ નિધિ મય્યમ પાર્ટી પ્રમુખ કમલ હસનની કાર પર કથિત રીતે એક વ્યક્તિએ હુમલો કરી દીધો. કમલ હસન એ વખતે એક ચૂંટણી સભાને સંબોધિત કરીને ચેન્નઈ પાછા આવી રહૃાા હતા. જો આ ઘટનામાં તેમને કોઈ પ્રકારની ઈજા થઈ નથી. સમાચાર અનુસાર જે વ્યક્તિએ કમલ હસનની કાર પર હુમલો કર્યો તેની મક્કલ નિધિ મય્યમ પાર્ટીના કાર્યકર્તાઓ અને અન્ય લોકોએ પિટાઈ કરી દીધી અને બાદમાં તેને પોલિસના હવાલે કરી દીધો. હજુ આ મામલાનુ ચિત્ર સ્પષ્ટ થઈ શક્યુ નથી. પોલિસ તરફથી આ ઘટના વિશે કોઈ નિવેદન સામે આવ્યુ નથી.
અભિનેતા-રાજનેતા કમલ હસન રાજ્યમાં ૬ એપ્રિલે યોજાનારા ચૂંટણી માટે એક જનસભાને સંબોધિત કરીને ચેન્નઈમાં એક હોટલ તરફ પોતાની કારથી જઈ રહૃાા હતા. આ દરમિયાન એક નવયુવકે તેમની કાર પર હુમલો કરી દીધો. પાર્ટીના એક નેતાએ આ અંગે માહિતી આપી. તેમણે કહૃાુ કે આ દૃૂર્ઘટનામાં કમલને કોઈ ઈજા થઈ નથી પરંતુ તેમની કારને થોડુ નુકશાન થયુ છે.
Read About Weather here
એમએનએમ પાર્ટીના નેતા અને પૂર્વ આઈપીએસ અધિકારી એજી મૌર્યાએ ટ્વિટ કરીને જણાવ્યુ કે, ’પાર્ટી પ્રમુખની કારની વિંડસ્ક્રીન તૂટી ગઈ છે અને જે વ્યક્તિએ હુમલો કર્યો હતો તેને પોલિસને સોંપી દેવામાં આવ્યો છે.’ તેમણે આગળ કહૃાુ કે પાર્ટી આવા તત્વોથી ડરવાની નથી. એ પણ જણાવવામાં આવી રહૃાુ છે કે હુમલાખોર હુમલો કરતી વખતે નશામાં હતો. પોલિસે હુમલાખોરને હોસ્પિટલમાં ભરતી કરાવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here