તમારો બુરખો ઉઠાવો, મને તમારી આંખો જોવી છે કહેતા જ મચી સનસની

19

પાકિસ્તાનમાં તૈનાત એક ચીની ડિપ્લોમેટસે એક ટ્વીટ કરી મચાવ્યો હોબાળો

પાકિસ્તાનમાં તૈનાત એક ચીની ડિપ્લોમેટસએ એક ટ્વીટ કરી કે આખા દેશમાં હોબાળો મચી ગયો. પાકિસ્તાની આવામે આ ટ્વીટને ધર્મ સાથે જોડતા પોતાનું અપમાન ગણાવ્યું છે અને તેને ઇસ્લામ તથા હિજાબ પર પ્રહાર ગણાવતા પ્રધાનમંત્રી ઇમરાન ખાન સાથે આ મામલામાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ચીની ડિપ્લોમેટેસે પણ હોબાળો વધતા તરત જ પોતાની આ ટ્વીટ ડિલીટ કરી દીધી આથી લોકો તેમના પર ભડકયા હતા.

વાત એમ છે કે પાકિસ્તાનમાં આવેલ ચીની દૃૂતાવાસના કાઉન્સિલર અને ડાયરેકટર જેંગ હેક્વિગેં બે દિવસ પહેલાં બે ટ્વીટ કરી હતી. તેમાંથી એક ટ્વીટમાં તેમણે ચીનના મુસ્લિમ વસતીવાળા શિનજિયાંગની એક છોકરી સાથે ડાન્સનો વીડિયો ટ્વીટ કરતાં ઇંગ્લિશ ને ચાઇનીઝમાં લખ્યું તમારો બુરખો ઉઠાવો, મારે તમારી આંખો જોવી છે. તો જેંગ એ પોતાની બીજી ટ્વીટમાં કહૃાું કે ચીનના મોટાભાગના લોકો શિનિંજયાગનું આ ગીત ગાવા માંગશે. જેંગ હેક્વિગંના આ ટ્વીટ બાદથી પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો.

અચાનકથી સોશિયલ મીડિયા પર હેક્વિગંનો વિરોધ તેજ થવા લગ્યો અને ટૂંક સમયમાં જ તે પાકિસ્તાનમાં ટ્રેન્ડ કરવા લાગ્યો. ત્યારબાદ હેક્વિગેં લોકોની નારાજગીને જોતા તરત જ પોતાની બંને ટ્વીટસને ડિલીટ કરી દીધી. આપને જણાવી દઇએ કે ચીન પોતાના દેશમાં સતત ઉઇગર મુસ્લિમો પર અત્યાચાર કરી રહૃાું છે અને તેમને ડિટેંશન સેન્ટરોમાં રાખે છે. શિનજિયાંગ પ્રાંતમાં મુસ્લિમોની મસ્જિદોને તોડીને ત્યાં ટોયલેટ બનાવી દીધા છે. જ્યારે કેટલીક જગ્યા પર જબરદસ્તી નસબંધી કરવામાં આવી રહી છે.