દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં વધતા પ્રદૃૂષણના સ્તર અંગે ચર્ચા કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહૃાું કે, દિલ્હીની સરકાર ભૂસરામાંથી નીકળતા પ્રદૃૂષણને અંકુશમાં રાખવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. કેજરીવાલે વધુમાં કહૃાું કે, તમામ સરકારોએ આ મુદ્દા પર એકઠા થવું જોઈએ અને પ્રદૃૂષણ સામે લડવું જોઈએ. જો તમામ પક્ષો અને સરકાર એક સાથે આવે, તો આપણે ૪ વર્ષથી ઓછા સમયમાં પ્રદૃૂષણને નિયંત્રિત કરી શકીશું.
કેજરીવાલે કહૃાું કે હરિયાણાના કરનાલમાં પરાળીથી સીએનજી ગેસ બનાવવાનું કારખાનું છે. આ ફેક્ટરી ખેડુતોને પરાળીના બદલે પૈસા આપે છે. આ ઉપરાંત પરાળીથી પંજાબમાં ફેક્ટરીઓ કોલસો અને કોક બનાવી રહી છે. પરાળીથી અનેક જગ્યાએ કાર્ડબોર્ડ બનાવવામાં આવી રહૃાા છે. જેના કારણે ખેડુતોને પૈસા મળી રહૃાા છે, લોકોને રોજગારી મળી રહી છે. તેમણે કહૃાું કે હું કેન્દ્રીય પર્યાવરણ પ્રધાનને અપીલ કરીશ કે તેઓ દર મહિને યુ.પી., દિલ્હી, પંજાબ અને હરિયાણાના મુખ્યમંત્રીઓ સાથે પ્રદુષણ અંગે બેઠક યોજે.