ડ્રગડીલર સાહિલશાહ શંકાસ્પદ:NCB

NCB
NCB

દિવંગત SSRને તે જ ડ્રગ્સ સપ્લાય કરતો હતો

NCBનાં ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ કહ્યું, સાહિલ છેલ્લા 6 મહિનાથી અમારા માટે એક કોયડું બની ગયો હતો

પહેલાં સુશાંત રહેતો હતો તે જ કોમ્પ્લેક્સમાં સાહિલ રહેતો હતો

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે જોડાયેલા કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ડ્રગ ડીલર સાહિલ શાહને મુખ્ય શંકાસ્પદ વ્યક્તિ કહી છે.

Subscribe Saurashtra Kranti here

  • શાહિલ ફ્લેસકો નામથી ઓળખાતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સાહિલે જ સુશાંતને ડ્રગ્સ સપ્લાય કર્યું હતું. મંગળવારે બપોરે NCBએ સાહિલ સાથે જોડાયેલા બે ડ્રગ સપ્લાયરને પણ અરેસ્ટ કર્યા છે. NCBનાં ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ સાહિલ વિશે જણાવ્યું.

ઈ-ટાઈમ્સ સાથે વાતચીત દરમિયાન વાનખેડેએ કહ્યું, સાહિલ છેલ્લા 6 મહિનાથી અમારા માટે એક કોયડું બની ગયો હતો. અમે સોમવાર રાતે તેના મલાડ સ્થિત ઘરમાં રેડ પાડી, ત્યાં તેની માતા અને પત્ની હતા. પહેલાં સુશાંત રહેતો હતો તે જ કોમ્પ્લેક્સમાં સાહિલ રહેતો હતો. સાહિલ કરણ અરોરા અને અબ્બાસ લખાણીને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં NCBએ રેડ પાડીને બંનેની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 59 ગ્રામ ક્યુરેટેડ ગાંજો મળ્યો હતો. હાલ બંને જામીન પર બહાર છે.

આશરે એક મહિના પહેલાં NCBએ આ મામલે લગભગ 12 હજાર પેજની ચાર્જશીટ ફાઈલ કરી હતી. તેમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શોવિક ચક્રવર્તી સહિત 33 આરોપીના નામ છે. આ ફાઈલમાં એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરના સ્ટેટમેન્ટ પણ સામેલ હતા.

ચાર્જશીટ સાથે 50 હજાર પેજના ડિજિટલ એવિડન્સ પણ આપ્યા હતા. આ તેમાં આરોપીઓની વોટ્સએપ ચેટ, કોલ ડેટા રેકોર્ડ અને બેંક દસ્તાવેજ સહિત અન્ય પ્રૂફ સામેલ છે. 200થી વધારે લોકોના સ્ટેટમેન્ટ પણ છે.

મલાડ, પરેલ અને સાન્તાક્રૂઝ વિસ્તારમાં રેડ પાડ્યા પછી NCBની ટીમને વધારે માત્રામાં ડ્રગ્સ મળ્યું હતું. તપાસમાં ખબર પડી છે કે, બંને આરોપીઓ બોલિવૂડ સાથે જોડાયેલા લોકોને ડ્રગ્સ સપ્લાય કરવાનું કામ કરતા હતા. તેમાં સુશાંત સિંહ રાજપૂતનો સ્ટાફ સામલે હતો. પકડેલા બંને આરોપીમાંથી એક પોલીસક બનવા માટે સિલેક્ટ પણ થઇ ગયો હતો.

NCB મુંબઈ તરફથી મળેલી જાણકારી પ્રમાણે, LSD(એક પ્રકારનું ડ્રગ)ની 80 blots હિટલરની બાયોગ્રાફી બુકમાં છુપાવીને રાખી હતી. તેને એક પાર્સલની મદદથી વિલે પાર્લેની પોસ્ટ ઓફિસમાં મોકલવામાં આવ્યું હતું. તેને ડાર્ક નેટ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યું હતું અને પેમેન્ટ બિટકોઈનથી કર્યું હતું. NCB હેડ સમીર વાન ખેડેએ કહ્યું, આ LSD યુરોપિયન દેશમાંથી મંગાવ્યા હોવાની જાણકારી મળી છે.

ડ્રગડીલર સાહિલશાહ શંકાસ્પદ:NCB NCB

Read About Weather here

LSDને દુનિયાભરમાં સૌથી શક્તિશાળી મૂડ ચેન્જિંગ કેમિકલના રૂપે ઓળખવામાં આવે છે. આ એક પ્રકારના એસિડનો પ્રકાર છે. ડ્રગનું ફુલ ફોર્મ લાઈસેર્જિક એસિડ ડાયથાલેમાઈડ છે. પહેલાં તેને ક્રિસ્ટલ રૂપે તૈયાર કરવામાં આવે છે અને પછી લિક્વિડ ફોર્મમાં ફેરવીને લોકો સુધી પહોંચાડવામાં આવે છે. તેના સેવનથી વ્યક્તિ બીજી દુનિયામાં પહોંચી જાય છે અને તેવો ભ્રમ થવા લાગે છે. આમ તો LSDના ઘણા બધા ફોર્મ છે પણ પરંતુ સૌથી ફેમસ ફોર્મ ટપાલ ટિકિટ જેવું હોય છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here