ટ્રમ્પે સહી ના કરતાં હવે યુએસની પ્રજાને રાહત પેકેજની સહાય નહિ મળે

55

અમેરિકામાં હાલ લોકોને કોરોના રાહત પેકેજ મળશે નહીં કારણ કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ પેકેજ પર સહી કરી નથી. તેમને આ પેકેજ પર સહી કરવાની હતી. પરંતુ ટ્રમ્પે સહી કરવાની ઘસીને ના પાડી દીધી. ડોનાલ્ડ ટ્રમ્પે સહી ના કરતાં હવે ત્યાંની પ્રજાને ૨ લાખ ૩૦ હજાર યુએસ ડોલરની સહાય મળી શકશે નહીં.

તેની અસર ૧ કરોડથી વધુ લોકો પર પડશે. હાલના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે લોકો માટે સહાયની આ રકમ ખૂબ જ નાની છે. તેથી તેમાં વધારો થવો જોઈએ. આપને જણાવી દઈએ કે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેનએ ડોનાલ્ડ ટ્રમ્પ પર આ પેકેજ પર હસ્તાક્ષર કરવા દૃબાણ કર્યું છે. તેમણે ચેતવણી આપી છે કે જો આ પેકેજ પર સહી કરવામાં આવશે નહીં તો તેનું ગંભીર પરિણામ ચૂકવવું પડશે પેકેજ પર સહી ન થતાં હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેન જૂથ વચ્ચે ટકરાવની નવી પરિસ્થિતિ ઉભી થઈ રહી છે.

આ બંને ખેમામાં પહેલેથી યુ.એસ. રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોને લઇ વિવાદૃ ચાલી રહૃાો છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જો બાઇડેનની જીતને હાલના રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકારી નથી.