17 May, 2021
HomeLatestટ્રમ્પના તેવર ઢીલા પડયા: સત્તાસુકાન વિજેતાને સોંપવા તૈયાર

ટ્રમ્પના તેવર ઢીલા પડયા: સત્તાસુકાન વિજેતાને સોંપવા તૈયાર

ટ્રમ્પ વીડિયો સંદેશ જાહેર કરી હિંસાની નિંદા કરી

હિંસા કરનારા દેશને પ્રેઝન્ટ કરતા નથી અને હિંસા કરનારાઓએ લોકતંત્ર પર ધબ્બો લગાવ્યો, ૨૦ જાન્યુઆરીએ સત્તા છોડી દઇશ: ટ્રમ્પ

વિદાય લઇ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે સવારે વિડિયો મેસેજ રિલિઝ કરીને એવો દાવો કર્યો હતો કે ગુરૂવારે થયેલી સિંહના તેવર ઢીલા પડ્યા: સત્તાસુકાન વિજેતાને સોંપવા તૈયારથી મને ખૂબ દુ:ખ થયું હતું. અમેરિકામાં થયેલી સિંહથી હું વ્યથિત છું.

સિંહના ચોવીસ કલાક બાદ રિલિઝ કરેલા આ સંદેશામાં ટ્રમ્પે એેવો પણ દાવો કર્યો હતો કે હવે મારું ફોકસ સત્તાસુકાન વિજેતાને સોંપવાનું છે. ૨૦ જાન્યુઆરીએ જો બાઇડન સત્તા ગ્રહણ કરશે એ હકીકત પણ તેમણે સ્વીકારી હતી.

અત્રે એ યાદ રહે કે ગુરૂવારે ટ્રમ્પે કરેલા એક ઉશ્કેરણીજનક ભાષણ પછી તેમના હજારો સમર્થકો સેનેટ પર ધસી ગયા હતા અને ત્યાં ભાંગફોડ કરી હતી. અમેરિકી સંસદ પર આ પ્રકારનો હુમલો બસો વર્ષ પછી થયો હતો. આ પ્રસંગે સિક્યોરિટીએ કરેલા ગોળીબારમાં એક મહિલા સહિત કુલ ચાર મરણ થયાં હતાં.

હવે ટ્રમ્પ િંહસા બદૃલ દિૃલસોજી વ્યક્ત કરતા હતા. જો કે હવે તો ટ્રમ્પને વીસ જાન્યુઆરી પહેલાંજ પ્રમુખપદૃેથી ખસેડવાની તૈયારી ચાલી રહી હતી. એ પહેલાં ખુદૃ ટ્રમ્પના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી સહિત કેટલાક અધિકારીઓએ રાજીનામાં ધરી દૃીધાં હતાં. સર્વત્ર એવી છાપ પડી હતી કે વ્હાઇટ હાઉસ છોડવું નહોતું માટે ટ્રમ્પે સિંહ કરાવી. ટ્રમ્પે એવો દૃાવો કર્યો હતો કે જેમણે સિંહ કરી એ સાચા અમેરિકી નાગરિકો નહોતા. સિંહથી મને ખૂબ દુ:ખ થયું હતું. સિંહ થતાં મેં તરત નેશનલ ગાર્ડઝ્ને કામે લગાડી દીધા હતા. અમેરિકા સદૃૈવ કાયદાના પાલનમાં માનનારો દૃેશ રહૃાો હતો.

વાસ્તવમાં સિંહ પછી કેટલાક ડેમેાક્રેટ્સ અને રિપબ્લિકન સેનેટર્સે ટ્રમ્પ સામે મહાભિયોગ (ઇમ્પીચમેન્ટ અથવા ઠપકો)નું પગલું લઇને એમને હાંકી કાઢવાની તૈયારી આદૃરી હતી. ઉપપ્રમુખ માઇક પેન્સ આ પગલું લેવા સંમત થયા હતા. એ પગલાની જાણ થતાં ટ્રમ્પે દુ:ખી થયાનું નાટક શરૂ કર્યું હતું.

અત્યાર પહેલાં ટ્રમ્પ સતત એવો આક્ષેપ કરતા રહૃાા હતા કે ચૂંટણીમાં મોટે પાયે ગોલમાલ થઇ હતી. કેટલાંક રાજ્યોમાં મતગણતરી અટકાવવા તેમણે કોર્ટમાં પણ ધા નાખી હતી. પરંતુ એક્કે કોર્ટમાં એ ફાવ્યા નહોતા. ગુરૂવારે કેપિટલ હિલમાં ઇલેક્ટોરલ કૉલેજે જો બાઇડન અને કમલા હેરીસને ઔપચારિક રીતે વિજેતા જાહેર કર્યા હતા. હવે બાઇડન વીસમી જાન્યુઆરીએ વિધિસર સોગન લેશે. બાઇડને ટ્રમ્પની ટીકા કરતાં કહૃાું કે ગુરૂવારની જેમ ટ્રમ્પ શાસને છેલ્લાં ચાર વર્ષના શાસન દરમિયાન અનેક વાર સતત લોકશાહીને લાંછન લાગે એવું વર્તન કર્યું હતું.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!
Enable Notifications    OK No thanks