બોક્સિગંમાં પુજા રાની ફાઇનલમાં, સિંધુ સેમીફાઇનલમાં પ્રવેશી ગયા : હોકીમાં ભારતીય મહિલાઓનો દબદબો, દક્ષિણ આફ્રિકાને 4-3થી હરાવ્યું : ડિસ્કસ થ્રોમાં કમલપ્રિત કૌર ફાઇનલમાં પહોંચતા મેડલ પાક્કો
મ્પિકમાં આજના દિવસે હોકી, બેડમીન્ટન, બોક્સિગં અને એથલેટીકસમાં ભારતીય ખેલાડીઓએ જાનદાર તથા શાનદાર દેખાવ કરતા કમશેકમ બે મેડલ આને નિશ્ચિત બની ગયા હતા. ડિસ્કસ થ્રોમાં 64 મીટર સુધી ડિસ્કસ ફેંકીને ભારતની કમલપ્રિત કૌરે ફાયનલમાં શાનદાર પ્રવેશ કર્યો હતો. એ જ રીતે મહિલા બોક્સિગંમાં પુજારાનીએ ફાઇનલમાં પ્રવેશ કરતા ભારત માટે એક મેડલ નિશ્ચિત બન્યો છે. બેડમીન્ટનમાં સદાબહાર પી.વી.સિંધુએ જાપાનની સબડ હરીફને હરાવીને સેમીફાઇનલમાં વટભેર પ્રવેશ કર્યો છે. આજે સેમીફાઇનલ જંગમાં સિંધુ પર દેશ આખાની નજર રહેશે.
Subscribe Saurashtra Kranti here
મહિલા હોકીમાં ભારતીય ટીમે તેની લય ફરીથી પ્રાપ્ત કરી લીધી હોય તેમ ગઇકાલે આયરલેન્ડને 1-0થી હરાવ્યા બાદ આજે ભારતીય મહિલા હોકી ટીમે વધુ ભવ્ય દેખાવ કર્યો હતો. આજે રોમાન્ચક મેચમાં ભારતીય મહિલાઓએ જાનદાર હોકી રમીને દક્ષિણ આફ્રિકા જેવી ટીમને 4-3થી પરાજીત કરી હતી. વંદના કટારીયાએ હેટ્રીક ગોલ ફટકાર્યા હતા. એક ગોલ નેહાએ કર્યો હતો. આ રીતે મહિલા હોકી ટીમે કવાટર ફાઇનલમાં પ્રવેશ કરવાની તકો ઉજળી બનાવી છે. આજે પેન્ટ્રીકોનરને ગોલમાં તબદીલ કરવામાં ભારતીય ટીમે વધુ સારી કાબેલીયત બતાવી હતી.
ડિસ્કસ થ્રો વિભાગમાં ભારતની કમલપ્રિત કૌરે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 64 મીટરના અંતર સુધી ડિસ્કસ ફેંકીને કમલપ્રિતે ભારતની સીમા પુન્યાનો અગાઉનો રેકોર્ડ તોડયો હતો. બોક્સિગંમાં પુજારાનીએ ભારત માટે એક મેડલ પાક્કો કર્યો છે.
તીરંદાજીમાં ભારતના પડકારનો અંત આવી ગયો છે. દિપીકા કુમારી બહાર થઇ ગયા બાદ તેનો પતિ અતાનુદાસ પણ જાપાનના હરીફ સામે પરાજીત થઇ ફેંકાઇ ગયો છે. પુરૂષ બોક્સિગંમાં અમિત પંધલનો પરાજય થયો હતો. પણ મહિલા બોક્સર પુજારાનીએ શાન્દાર દેખાવ કરી ભારત માટે એક મેડલ પ્રાપ્ત કર્યો છે.
Read About Weather here
રાયફલ શુટીંગમાં અજુમન અને તેજસ્વીની પણ બહાર ફેંકાય ગયા હતા.આજે બેડમીન્ટનના સેમીફાયનલમાં પી.વી.સિંધુનો મુકાબલો ચાઇનીઝ તાઇપેઇની સક્ષમ હરીફ તાઇજુ ઇગ સાથે થશે. જયારે પુજારાનીનો મુકાબલો ચીનની લીકયાન સાથે થશે. ઓલિમ્પિકમાં સ્વીમીંગની 100 મીટર બટરફલાઇ સ્પર્ધામાં વિશ્ર્વ ચેમ્પીયન કેલીબ ડ્રેસલે નવો વિક્રમ બનાવ્યો હતો અને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ટોકીયો ઓલિમ્પિકમાં ડ્રેસલે સ્વીમીંગમાં ત્રીજો ગોલ્ડ જીત્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here