Subscribe Saurashtra Kranti here.
ધર્મેન્દ્ર પ્રધાને કહૃાું કે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો ક્ષણિક છે
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહૃાું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવવધારાને કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
ધર્મેન્દ્ર પ્રધાને કહૃાું કે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો ક્ષણિક છે અને તેને ધીરે ધીરે ઓછો થઈ જશે. કોરોના મહામારીના સમયગાળા બાદ અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકાર પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વસૂલી રહી છે. થોડા સમયમાં ઈંધણના ભાવમાં ઘટાડો જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે ચાલુ મહિનાની શરુઆતમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામણે પણ જણાવી ચૂક્યા છે કે પેટ્રોલ-ડીઝલના ભાવવધારો એક એવો મુદ્દો છે જેની પર રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે ચર્ચા કરવી જોઈએ કારણ કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર ફક્ત કેન્દ્ર સરકાર જ ટેક્સ વસૂલતી નથી. રાજ્ય સરકારો પણ પોતાની રીતે ટેક્સ વસૂલતી હોય છે.
Read About Weather here
વારાણસીમાં મીડિયા સાથે વાતચીત કરતા તેલ મંત્રીએ કહૃાું કે ગત વર્ષ એપ્રિલમાં પ્રમુખ તેલ ઉત્પાદક દેશોએ ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો. કેમ કે કોરોનાની મહામારીના ચાલતા માંગમાં ઘટાડો આવ્યો હતો. આ દેશ વધારે કમાણીના ચક્કરમાં ઓછા ઈંધણનું ઉત્પાદન કરી રહૃાા છે. જ્યારે હજું પણ ઈંધણનું ઉત્પાદન ઓછું કરવામાં આવી રહૃાું છે. ઈંધણની માંગ આ સમયે વધી રહી છે. આનું કારણ એ છે કે હવે કોરોના વાયરસની જે સ્થિતિ પહેલા હતી તેવી નથી. માંગ વધારે વધવાના કારણે દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે.
Read e-paper here
Subscribe Saurashtra Kranti here
Do Follow Facebook here
Read politics News here
Read About Weather here