ઝારખંડના પશ્ર્ચિમ સિંહભૂમમાં આઇઇડી વિસ્ફોટ: ૨ જવાન શહીદ, ૩ ઘાયલ

2
Saurashtra Kranti logo
saurashtra kranti logo

ઝારખંડના પશ્ર્ચિમ સિંહ ભૂમના હોયાતૂ ગામના વન વિસ્તારમાં ગુરુવારે આઈઈડી બોમ વિસ્ફોટ થયો છે. જેમાં બે જવાનો શહીદ થયા છે જ્યારે ૩ ઘાયલ થયા છે. આ વિસ્ફોટ આજે સવારે આઠ વાગીને ૪૫ મિનિટ પર થયો. શહીદ જવાન ઝારખંડ જગુઆર ઓફ સ્ટેટ પોલીસના હતા. વિસ્ફોટમાં ઝારખંડ જગુઆર ઓફ સ્ટેટ પોલીસના ૨ જવાનો ગંભીર રુપથી ઘાયલ થઈ ગયા છે.

આ ઉપરાંત સીઆરપીએફના ૧૯૭ બટાલિયનનો પણ એક જવાન ઘાયલ થયો છે. આ જાણકારી સીઆરપીએફે આપી છે. ત્યારે ઝારખંડ પોલીસનું કહેવું છે કે આઈઈડીના નક્સલિઓએ પ્લાન્ટ કર્યો હતો.