જેડીયુના નેતાએ ભાજપ-જેડીયુ જોડાણ તુટવાની વાત કરતા માહોલ ગરમાયું (11)

13
AAM-ADAMI-PARTY
AAM-ADAMI-PARTY

જેડીયુ

બિહારમાં સત્તાધારી જેડીયુના ટોચના નેતા શ્યામ બહાદૃુર સિંહે

બિહારમાં ક્યાં સુધી ગઠબંધન રહેશે અને ક્યારે તૂટી જશે તેની કોઈને ખબર નથી: શ્યામ બહાદૃુર સિંહ

બિહારમાં સત્તાધારી જેડીયના ટોચના નેતા શ્યામ બહાદૃુર સિંહે ભાજપ-જેડીય જોડાણ તૂટશે એવો સંકેત આપતાં રાજકીય અટકળોનું બજાર તેજ છે. સિંહે સિવાનમાં જેડીયુ કાર્યકરોના સંમેલનમાં કહૃાું કે, બિહારમાં ક્યાં સુધી ગઠબંધન રહેશે અને ક્યારે તૂટી જશે તેની કોઈને ખબર નથી. સિંહે એમ પણ કહૃાું કે, ભાજપનો જરાય ભરોસો કરવા જેવો નથી તેથી નીતિશ કુમારને એટલા મજબૂત બનાવો કે ભાજપ કે બીજા કોઈ સાથીના ટેકા વિના પણ ટકી શકે.

Subscribe Saurashtra Kranti here.

શ્યામ બહાદૃુર સિંહે જેડીયુ પ્રદેશ પ્રમુખ ઉમેશ કુશવાહા અને નીતિશની અત્યંત નજીક મનાતા વિદ્યાનંદ વિકલની હાજરીમાં આ વાત કહી. બંને નેતાએ પોતાના ભાષણમાં સિંહની વાતને નકારી નહીં તેના પરથી સિંહની વાતોને હાઈકમાન્ડનું સમર્થન હોવાનું મનાય છે.

Read About Weather here

ભાજપનાં સૂત્રોના મતે, નીતિશને સત્તા ટકાવવા ભાજપના ટેકાની જરૂર છે પણ પોતે કોઈના ઓશિયાળા નથી એવું બતાવીને વટ પણ બતાવવો છે. આ કારણે તેમના ઈશારે જે-ડીયુના નેતાઓ આ પ્રકારનાં નિવેદનો કરે છે કે જેથી ભાજપ ડરતો રહે પણ તેનાથી ભાજપને ફરક પડતો નથી.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here