જાણો, દુબઇમાં ન્યૂડ થઇ બાલકનીકમાં સ્ટંટ કરતી મહિલા સાથે શું થયું?

875
દુબઇ-Mahila-Dance-Balcony
દુબઇ-Mahila-Dance-Balcony

દુબઇમાં જાહેરમાં કિસ કરવી અને દારૂ પીવો કોઇ વ્યક્તિને જેલ પહોંચાડી શકે છે

Subscribe Saurashtra Kranti here

દુબઇમાં મહિલાઓના એક ગ્રૂપ કપડાં પહેર્યા વગર પેન્ટહાઉસની બાલકનીમાં સ્ટંટ કરવું મોંઘું પડી ગયું છે. આ મહિલાઓની સ્ટંટ કરવાના આરોપમાં ધરપકડ કરી લેવાઇ છે. આ મહિલાઓનો ન્યૂડ થઇ બાલકનીમાં સ્ટંટ કરવાનો વીડિયો ગયા સપ્તાહે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. કહેવાય છે કે જ્યારે શહેરના મરીના વિસ્તારમાં આ મહિલાઓ બાલકનીમાં સ્ટંટ કરી રહી હતી એ સમયે નજીકની બિલ્ડિંગમાંથી કોઇએ આ વીડિયો બનાવી લીધો હતો.

આ ઘટનામાં અંદાજે ૧૨ મહિલાઓ સામેલ હતા અને પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે. પોલીસે કહૃાું કે મહિલાઓના આ ગ્રૂપનો વ્યવહાર ‘અસ્વીકાર્ય હતો અને આ સંયુકત અરબ અમીરાતના મૂલ્યો અને નૈતિકતાને દર્શાવતા નથી. દૃુબઇના કાયદા પ્રમાણે જે મહિલાઓની ધરપકડ કરાઇ છે તેમને ૬ મહિના સુધી જેલ અને એક લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે.

એટલું જ નહીં જો કોઇ ન્યૂડ વીડિયોને સોશિયલ મીડિયામાં શેર કરે છે તો તેને પણ કાયદાની જાળમાં ફસાવું પડી શકે છે. યુએઇના કાયદા મુજબ અશ્ર્લીલ સામગ્રીને શેર કરવી દંડનીય ગુનો છે. દૃુબઇની પોલીસે નિવેદન રજૂ કરીને કહૃાું કે ધરપકડ કરાયેલ મહિલાઓની વિરૂદ્ધ ગુનાહિત કેસ નોંધાયો છે. આ મહિલાઓને અરેસ્ટ કરીને આગળની કાર્યવાહી માટે જેલ મોકલી દેવાઇ છે.

Read About Weather here

દુબઇ પોલીસે અન્ય લોકોને પણ આ અશોભનીય વ્યવહાર માટે ચેતવણી આપી દીધી છે. આ મહિલાઓની ધરપકડનો મામલો એવા સમયે આવ્યો છે જ્યારે દૃુબઇમાં જાહેરમાં કિસ કરવી અને દારૂ પીવો કોઇ વ્યક્તિને જેલ પહોંચાડી શકે છે. આપને જણાવી દઇએ કે દૃુબઇમાં શરિયા કાયદો લાગુ છે અને તેના મતે સાર્વજનિક રીતે અશ્ર્લીલ વ્યવહાર દંડનીય ગુનો છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here