જાણો છો? આ દેશમાં રૂ. 3 હજારનું લીટર પાણી પીવાવાળો પણ એક વર્ગ છે !!

21
VIRAT-URVESHI-દેશ
VIRAT-URVESHI-દેશ

આઝાદ ભારત દેશને અર્પણ

Subscribe Saurashtra Kranti here.

એવા ખુશનસીબોની યાદીમાં વિરાટ કોહલી ઉપરાંત ઉર્વશી રૌતેલાનું નામ !

આપણા દેશને આઝાદ થયાને સાડા સાત દાયકાથી વધુ સમય વીતી ગયો છે છતાં હજુ લાખો લોકો આઝાદ ભારતમાં ગંદુ અને ગટરના પાણીથી મિશ્રીત પીવાનું પાણી પીવા મજબુર છે.

કોઈ રાજ્ય એવું નથી કે જ્યાં ગંદા પાણીની સમસ્યા ગરીબ અને મધ્યમ વર્ગને નડતી ન હોય. એવા આપણા દેશમાં નાનકડો એવો વર્ગ પણ છે. જેને ગંદુ પાણી શું એની ખબર જ હોતી નથી કેમ કે, આ વીવીઆઈપી સેલીબ્રીટી જે પ્રકારના પીવાના પાણીનું સેવન કરે છે એ સરેરાશ ભારતવાસીની પહોચની બહાર છે. કેમ કે આ પાણી ખુબ જ મોંઘુડાટ હોય છે એટલે કોર્પોરેટ દુનિયાના લોકો, કરોડપતિ ક્રિકેટવીરો તથા રમતવિરો ફીટનેશ માટે આ પાણીનો ઉપયોગ કરે છે જેનું બ્રાન્ડ નામ પણ ખુબ જ સુચક છે. પાણીની આ મોંઘીદાટ બોટલનું નામ છે બ્લેક વોટર ! જેની એક લીટર પાણીની કિંમત છે પુરા રૂ. 3 હજાર !!

Read About Weather here

આવું પાણી ભાગ્યશાળીના જ નસીબમાં જ હોય. એવા નસીબદારોમાં સૌથી પહેલું નામ આવે છે એ છે આપણી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, જયારે મેદાનમાં હોય કે બહાર તેના હાથમાં હંમેશા બ્લેક વોટર પાણીની બોટલ હોય છે. આ યાદીમાં સૌથી આશ્ચર્યજનક નામ પણ છે એ છે નવીસવી હિરોઈન ઉર્વશી રૌતેલા, તેનું નામ સાંભળીને કદાચ ઘણાની કાળી આંખોમાંથી પાણી વહેવા લાગ્યું હશે પણ એ સાચું છે. ઉર્વશી પણ આટલું મોંઘુ પાણી પીવાના ઉપયોગમાં લે છે. આમ આદમી પાણીની બોટલના રૂ. 30 આપે છે અને ગળાની પ્યાસ બુજાવે છે. આને કહેવાય અમીર-ગરીબ વચ્ચેની સાચી ખાઈ.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here