જર્મની, ફ્રાંસ, ઈટાલી અને સ્પેને એસ્ટ્રાજેનેકા વેક્સિનને ફરી આપી મંજૂરી

    Astrazeneca-corona-vaccine-એસ્ટ્રાજેનેકા
    Astrazeneca-corona-vaccine-એસ્ટ્રાજેનેકા

    Subscribe Saurashtra Kranti here.

    વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને એસ્ટ્રાજેનેકા વેક્સિનને ક્લીનચીટ આપી

    જર્મની, ફ્રાંસ, ઈટાલી અને સ્પેન ફરીથી એસ્ટ્રાજેનેકા કોરોના વેક્સિનનો ઉપયોગ શરૂ કરશે. યુરોપીય સંઘની ડ્રગ રેગ્યુલેટર સંસ્થા (ઈએમએ)એ એસ્ટ્રાજેનેકા વેક્સિનને સુરક્ષિત અને પ્રભાવી ગણાવી છે જેથી આ દેશોએ તેના ફરીથી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. તાજેતરમાં યુરોપીય સંઘના રાષ્ટ્ર સહિત ફ્રાંસ, જર્મની, ઈટાલી, સ્પેને એસ્ટ્રાજેનકાના ઉપયોગ પર કામચલાઉ પ્રતિબંધ મુકી દીધો હતો.

    હવે આ દેશોમાં ફરીથી વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવશે. આ દેશોએ વેક્સિન પર પ્રતિબંધ મુકવા પાછળ વેક્સિન લગાવનારા લોકોના શરીરમાં લોહીના ગઠ્ઠા જામતા હોવાનું કારણ રજૂ કર્યું હતું.

    Read About Weather here

    વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને એસ્ટ્રાજેનકા વેક્સિનને ક્લીનચીટ આપી હતી. સ્વાસ્થ્ય સંગઠને કહૃાું હતું કે, વેક્સિન અને લોહી જામવા પાછળ કોઈ સંપર્ક નથી મળ્યો. સાથે જ વિશ્ર્વભરમાં વેક્સિનનો ઉપયોગ અટકવો ન જોઈએ અને વેક્સિનેશન અભિયાન ચાલુ રહેવું જોઈએ. સ્વાસ્થ્ય સંગઠને આ મામલે વિસ્તારથી જાણવા નિષ્ણાંતો સાથે એક બેઠકની વાત કરી હતી.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here